બોમ્બથી ઉડાવાની ધમકી આપનાર વલસાડના ૨ આરોપીની ધરપકડ

વલસાડ, મુંબઈના અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી પણ આપવામાં આવી છે. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે વલસાડ એસ.ઓ.જી પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના છીરી ખાતેથી બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.
વલસાડ જિલ્લા ર્જીંય્ પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા ડ્ઢજીઁ ને જાણ કરી હતી.
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. તો બીજી તરફ મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા જ વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લો ૭૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે.
આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મલી અને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ પોલીસ સુધી પહોંચવા પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાના ૭૦ કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે. જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
જાેકે, અગાઉ પણ વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કોઈ આવી ગતિવિધિઓ ન થાય તે માટે પોલીસ એલર્ટ છે.HS1MS