Western Times News

Gujarati News

ભરૂચ તરફ આવતી ટેક્ષીમાંથી 20 લાખના MD ડ્રગ્સ સાથે ૩ ઝડપાયા

આરોપીઓને ડ્રગ્સનો જથ્થો આપનાર મુંબઈનો રઉફ વોન્ટેડને ઝડપી પાડવાની કવાયત: ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઈલ્યાસ મલેકના ૬ દિવસના રિમાન્ડ મંજુર

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) દિલ્હી – મુંબઈ એક્સપ્રે વે ઉપરથી વડોદરાથી ભરૂચ તરફ આવતી આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લવાતો હોવાની બાતમીના આઘારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તલાશી લેતા નશાકારક એમડી ડ્રગ્સ ૦.૧૮૦ કિલોગ્રામ કિમત રૂપિયા ૧૮ લાખ તથા વજન કાંટો,અંગ જડતીમાં રોકડ મળી અંદાજે ૨૦,૨૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે ૩ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ કલરની ઈનોવા ગાડી નંબર જીજે ૧૬ એવી ૧૬૫૫ માં કેટલાક અજાણ્યા ઈસમો માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે હેરાફેરી કરતો હોય તેવી ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકાટ ને મળતા તેઓએ પોલીસ સ્ટાફ સાથે એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા ગાડીને રોકી તલાશી લેતા

તેમાંથી ૦.૧૮૦ કિલોગ્રામ એમડી ડ્રગ્સ જેમાં એક ગ્રામની કિમત ૧૦ હજાર લેખે ૧૮ લાખ નું ડ્રગ્સ તથા ૩ મોબાઈલ,ડિજિટલ વજન કાંટો,આંગજડતી માંથી રોકડા ૪૯૨૦,એક ટાઈટન ઘડિયાળ,૨ લાખની ઈનોવા ગાડી મળી કુલ ૨૦,૨૨,૫૨૦ ના મુદ્દામાલ સાથે ૩ આરોપી ઘટના સ્થળ ઉપરથી ઝડપાઈ જતાં

આરોપી ઈલ્યાસ અલીહુશેન મલેક રહે.નવી નગરી શાલીમાર સોસાયટી નજીક દેરોલ ગામ તથા અશરફ બસીર ઈદ્રીશ મુન્શી રહે.શાલીમાર સોસાયટી દેરોલ ગામ ભરૂચ તેમજ હનીફ અનવર વજેસંગ રાજ રહે.નવી નગરી અંબાજી માતાના મંદિર નજીક દેરોલ ગામ ભરૂચ નાઓને જડપી પાડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ૩ આરોપી પૈકી ઈલ્યાસ અલીહુશેન મલેક ગંભીર ગુનાના આરોપી હોવાનું સામે આવતા તેની સામે અગાઉ ૨૦૨૨ માં એ ડિવિજન પોલીસ મથકમાં પણ એનડીપીએસનો ગુનો દાખલ છે.કાવી પોલીસ સ્ટેશનાં તેની સામે ૨૦૨૩ માં બળાત્કાર,સાયબર એક્ટ સહિતનો ગુનો દાખલ છે.ભરૂચ બી ડિવિજન પોલીસમાં પણ ૨૦૨૪ માં રાયોટિંગ તથા સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા બાબતનો ગુનો દાખલ છે.તદ્દઉપરાંત બી ડિવિજન પોલીસમાં જ એનડીપીએસ નો પણ ગુનો દાખલ થયેલો હોય જેથી ઈલ્યાસ મલેક ગુનાહિત ભૂતકાળ ઘરાવતો હોવાનું સામે આવ્યું છે.

હાલમાં ૩ આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને ડ્રગ્સનો જથ્થો તેઓને મુંબઈના રઉફ નામના વ્યક્તિએ આપ્યો હોય જેના પૂરા નામ ઠામની ખબર ન હોય તેવા મુખ્ય આરોપીને પોલીસ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ઘરપકડના ચક્રો ગતિમાન પણ ભરૂચ પોલીસે કર્યા છે.

ડ્રગ્સના જથ્થામાં ૩ પૈકી ૨ આરોપીને સબજેલમાં ધકેલવામાં આવ્યા છે જયારે ઈલ્યાસ મલેક તે ગંભીર પ્રકારના ગુનાહિત ભૂતકાળ ઘરાવતો હોય તેના રિમાન્ડ મળેવવા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે અને આ ગુનાની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ ડી ફૂલતરીયા કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.