Western Times News

Gujarati News

ચૂંટણી પૂર્વે શિંદે સરકારની જાહેરાત: મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા ટોલ ટેક્સ નાબૂદ

(એજન્સી)મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં આ અઠવાડિયે ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં સીએમ એકનાથ શિંદે અને તેમના સહયોગી જનતાને આકર્ષે તેવા નિર્ણય લેવામાં વ્યસ્ત છે. દરમિયાન, સોમવારે રાજ્ય કેબિનેટે મુંબઈમાં પ્રવેશ પર લાદવામાં આવતા તમામ ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા છે. મુંબઈમાં કુલ ૫ પ્રવેશ માર્ગો છે જેના પર ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે.

આજે રાત્રે ૧૨ વાગ્યાથી આના પર કોઈ ટોલ નહીં લાગે. આ નિર્ણય નાના વાહનો એટલે કે બાઇક, કાર વગેરે માટે છે. કોમર્શિયલ વાહનો પર પહેલાની જેમ જ ટેક્સ લાગતો રહેશે.

Maharashtra CM Ekanth Shinde says “At the Mumbai entry point, there used to be a traffic jam at the toll plaza. This was the demand of the people for the last several years. I am also happy that today, during my tenure as CM, lakhs of light motor vehicles have been exempted from toll. This will save their time, pollution will be reduced and there will be no traffic. This is a big historic decision, this is a masterstroke…”

રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો લોકોને ફાયદો થવાની આશા છે. આવી સ્થિતિમાં તેને ચૂંટણી પહેલા માસ્ટરસ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે. આ નિર્ણયથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સરકારની તરફેણમાં વાતાવરણ સર્જાઈ શકે છે. સીએમ એકનાથ શિંદે પોતે થાણેથી ધારાસભ્ય છે. સીએમ બનતા પહેલા તેમણે મુંબઈમાં પ્રવેશ પર લગાવવામાં આવેલા ટોલનો અનેકવાર વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ૫૫ ફ્લાયઓવર માટે ૪૫ રૂપિયાનો ટોલ ટેક્સ લેવામાં આવે છે. તેઓ ૧૯૯૫ અને ૧૯૯૯ ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા.

આ ટોલ ટેક્સ કુલ ૫ સ્થળોએ વસૂલવામાં આવે છે. હવે અહીં સામાન્ય વપરાશકારો પર ટોલ ટેક્સ નહીં લાગે. મુલુંડ ચેક નાકા, મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઐરોલી નાકા, દહિસર અને માનખુર્દ નાકા પર ટોલ વસૂલવામાં આવ્યો છે.

રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઇચ્છતું હતું કે આ ટોલ ચાલુ રહે જેથી થાણે ક્રીક બ્રિજના બાંધકામનો ખર્ચ વસૂલ કરી શકાય, પરંતુ સરકારે તાત્કાલિક અસરથી ટોલ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પણ આ અંગે હિલચાલ કરવામાં આવી છે. સ્દ્ગજીનું કહેવું છે કે ટોલ ખતમ થવો જોઈએ.

સ્દ્ગજી કહી રહી છે કે તેમની પાસેથી રસ્તા અને ફ્લાયઓવરના નિર્માણના ખર્ચ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયની ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે હું આ નિર્ણયનું સ્વાગત કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.