મુંબઈઃ બીજેપી યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં કરી તોડફોડ
મુંબઈ, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા (બીજેવાયએમ)ના કાર્યકરોએ ગુરુવારે મુંબઈના કોગ્રેંસ કાર્યલયમાં તોડફોડ કરી હતી. સંસંદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલાં ઘર્ષણના પડઘા રુપે મુંબઈમાં કોંગ્રેસ કાર્યાલયમાં ધસી ગયેલા ભાજપના કાર્યકરોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડયો હતો.
કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. આઝાદ મેદાન ખાતે કોંગ્રેસના કાર્યાલય સામે દેખાવો માટે એકઠા થયેલા ભાજપના યુવા મોરચાના કાર્યકરો એકાએક આક્રમક બની કોંગ્રેસ ઓફિસમાં ઘૂસી ગયા હતા. તેમણે ઓફિસનાં ફર્નિચર, નોટિસ બોર્ડ, દરવાજા વગેરેની તોડફોડ કરી હતી, દસ્તાવેજો ફાડી નાખ્યા હતા, પાર્ટીનાં પોસ્ટરો પણ ફાડયાં હતાં તથા શ્રીમતી સોનિયા ગાંધી સહિતના નેતાઓની તસવીરો પર શાહીના કૂચડા ફેરવ્યા હતા.
આ ઘટનામા પોલીસે દરમિયાનગીરી કરીને ભીડને ખસેડવા માટે લાઠીચાર્જ કર્યાે હતો અને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી અને તેમને આઝાદ મેદાન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જોકે, આઝાદ મેદાન પોલીસ મથકમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો બાખડી પડયા હતા.
મુંબઈના સાંસદ અને કોંગ્રેસનાં શહેર પ્રમુખ વર્ષા ગાયકવાડે ક્હયું હતું કે ભાજપના આશરે ૫૦ જેટલા કાર્યકર્તાઓ અમારી પાર્ટીમાં ઓફિસમાં આવ્યા. ખુરશીઓ ફેંકી અને પોસ્ટરો ફાડી નાખ્યા. ઓફિસ સંપત્તિની તોડફોડ કરી. અમારા કાર્યકર્તાઓએ તેમના હુમલાનો પ્રતિકાર કર્યાે હતો.
અમે આ મામલે કાયદેસર કાર્યવાહી કરીશું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને સંઘ પરિવારે જ્યારે પણ બાબાસાહેબનું નામ સાંભળ્યું છે ત્યારે હંમેશા હુમલા અને તોડફોડ જ કર્યાં છે.
તેમણે એક્સ પર પોસ્ટ કર્યું જુઓ કે ભાજપના ગુંડાઓ અમિત શાહને બચાવવા અને તેમના દ્વારા મહાપુરુષ, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અપમાનજનક નિવેદન પરથી ધ્યાન હટાવવા માટે કેટલી હદે ઝૂકી ગયા છે.તેમણે કહ્યું, “આશરે ૫૦ બીજેપી કાર્યકર્તા અમારી પાર્ટી ઓફિસમાં આવ્યા, ખુરશીઓ ફેંકી, પોસ્ટર ફાડી નાખ્યા અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું.
અમારા બબ્બર શેરના કાર્યકરોએ તેમના હુમલાનો વિરોધ કર્યાે. અમે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.”ગાયકવાડે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તોડફોડમાં સામેલ લોકો સામે સૌથી કડક કલમો હેઠળ તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે કહ્યું, “મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્યમાં આ પ્રકારની રાજકીય સજાવટ છે? તે શરમજનક બાબત છે.”SS1MS