Western Times News

Gujarati News

૩૧૬.૪૦ કરોડનો મુંબઈના ગણપતિ પંડાલનો વીમો

કુલ રકમમાંથી ૩૧.૯૭ કરોડ રૂપિયાના જાેખમ વીમા કવરમાં સોના, ચાંદી અને આભૂષણ સામેલ છે.

(એજન્સી) મુૃંબઈ, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે ઘણી રોનક હોય છે. મુૃબઈ શહેરમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ પર શણગારવામાં આવતા બાપ્પાના પંડાલ આખા દેશમાં પ્રખ્યાત છે.  મુંબઈના ઘણા પ્રખ્યાત ગણેશ પંડાલો પર કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. Mumbai’s Richest Ganesh Mandal Gets Insurance Cover Of ₹ 316 Crore

આ જ કારણે ગણેશ પંડાલ તેનો વીમો પણ કરાવે છે. મુૃબઈના સૌથી અમીર ગણેશ પંડાલ ગીડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળેે આ વર્ષે ગણેેશ ચતુર્થીના સમારોહ માટે રેકોર્ડ ૩૧૬.૪૦ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે.

રીપોર્ટ અનુસાર જીએસબી સેવા મંડલે પોતાના પંડાલ, મૂર્તિ, આભૂષણ, સ્યવંસેેવકો, શ્રમિકો, ફળો, શાકભાજી અને ફર્નિચર માટેે પણ વીમો કરવા કરાવ્યો છે. ગીડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળેેે ર૦૧૭માં ર૬૪.રપ કરોડ રૂપિયા અને ર૦૧૮માં ર૬પ કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. ર૦૧૯માં મંડળેેે ર૬૬.૬પ કરોડનો વીમાો કરાવ્યો હતો.

મંડળે પંડાલ માટેે ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સથી ઘણા પ્રકારના જાેખમો સામે વીમો લીધો છે. કુલ રકમમાંથી ૩૧.૯૭ કરોડ રૂપિયાના જાેખમ વીમા કવરમાં સોના, ચાંદી અને આભૂષણ સામેલ છે.

જ્યારે સ્વંયસેવકો, પૂજારીઓ, રસોઈયા, ફૂટવેર સ્ટોલ કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓે માટે ર૬૩ કરોડ રૂપિયાના વ્યક્તિગત દુર્ઘટના વીમા કવર સામેલ છે. સાર્વજનિક દાયિત્વ જેમાં પંડાલ, સ્ટેડીયમ અને ભક્તોનો સમાવેશ કરાયો છે. તેમના માટે ર૦ કરોડ રૂપિયા છે.

જીએસબી સેવા મંડળના પ્રવક્તા અમિત પઈએ જણાવ્યુ હતુ કે મંડળના મહાગણપતિને ૬૬ કિલોગ્રામથી વધારે સોનાના આભૂષણથી અને ર૯પથી વધારેે કિલોગ્રામ ચાંદીના આભૂષણો અને અન્ય કિંમતી સામગ્રીથી સજાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.