મ્યુનિ. કોર્પો.એ ૭પ ટકા વ્યાજ રિબેટની ‘રેવડી’ જાહેર કરી
મ્યુનિ. કોર્પો.ની વ્યાજ ગણતરી ખામીયુક્ત
અમદાવાદ મ્યુનિ.કોર્પો દ્વારા મિલ્કત વેરાની બાકી પર ૧૮ ટકા લેખે વ્યાજ લેવામાં આવે છે નિયમ મુજબ સદર વ્યાજ માત્ર મિલ્કત વેરાની રકમ પર જ લેવાનું હોય છે પરંતુ તંત્ર દ્વારા કુલ બિલની રકમ પર વ્યાજની ગણતરી થાય છે તેથી ૭પ ટકા લેખે જે રિબેટની જાહેરાત કરવામાં આવી છે તેમાં ખામી જણાય છે.
(૧) મ્યુનિ. કોર્પો. મુજબની ગણતરી
રૂા.૧૦૦૦ રૂા.૩૦૦ રૂા.૩૦૦ રૂા.૩૬પ
મિલકત વેરો વોટર ટેક્ષ કોન્ઝવર્સી ટેક્ષ યુર્ઝસ ચાર્જ
કુલ બિલ રકમ રૂા.૧૯૬પ
જેના ૧૮ ટકા લેખે વ્યાજ ગણતરી કરવામાં આવે છે જે મુજબ રૂા.૩પ૩.૭૦ વ્યાજ થાય છે સદ્ર વ્યાજ પર ૭પ ટકા ડીસ્કાઉન્ટ આપવામાં આવે તો રૂા.ર૬પ.રપ ડીસ્કાઉન્ટ કરદાતાને મળે. જયારે રૂા.૮૮.૪પનું વ્યાજ ભરવાનું થાય.
(ર) નિયમ મુજબ મિલ્કત વેરાની રકમ પર ૧૮ ટકા લેખે વ્યાજ ગણવામાં આવે તો રૂા.૧૦૦૦ પર ૧૮૦ રૂપિયા વ્યાજ થાય જેના ૭પટકા ડીસ્કાઉન્ટ ગણવામાં આવે તો કરદાતાને રૂા.૧૩પ ડીસ્કાઉન્ટ મળે જયારે રૂા.૪પનું વ્યાજ ભરવાનું થાય
આમ મ્યુનિ. કોર્પો.ની ગણતરી મુજબ વ્યાજની ગણતરી કરવામાં આવે તો કરદાતાને રૂા.૮૮.૪પ નું વ્યાજ ભરવાનું થાય જયારે નિયમ મુજબ વ્યાજની ગણતરી થાય તો કરદાતાને માત્ર રૂા.૪પનું જ વ્યાજ થાય છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત અમદાવાદ શહેરના નાગરિકોને રાહત મળે તે હેતુથી અમદાવાદ શહેરના તમામ રહેણાંક અને બિન રહેણાંકના કરદાતાઓને વ્યાજમાં ૭પટકા રાહત આપવાની એક અભૂતપૂર્વ તક આપવાનું નકકી કરેલ છે. આ યોજના સ્ટે. કમિટી ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટે. કમિટીમાં રજુ કરી, સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી મેળવી ત્યારબાદ અમલ કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત તા.૮.૮.ર૦રર થી તા.ર૧.૧૦.ર૦રર એટલે કે ૭પ દિવસના સમયગાળા સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ રહેણાંક તથા બિન રહેણાંક મિલકતોને સને ર૦ર૧-રર સુધીની રકમ પૂરેપૂરી ભરાય અને બાકી રકમ શૂન્ય થાય તો જૂની ફોમ્ર્યુલા તથા નવી ફોમ્ર્યુલાની તમામ વ્યાજમાં ૭પટકા માફી આપવામાં આવશે. (આ યોજના ચાલુ વર્ષ ર૦રર-ર૩ની રકમ ઉપર લાગુ પડશે નહિ.)
આ ઐતિહાસિક યોજનાના પ્રચાર-પ્રસાર માટે ટેક્ષ તથા પબ્લિસીટી ખાતામાંથી પબ્લિસીટી પ્લાન અંતર્ગત વર્તમાનપત્રોમાં નિયમિત જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ, પત્રિકા, રીક્ષા પ્રચાર તેમજ સોશીયલ મીડીયામાં મહત્તમ પબ્લિસીટી કરવામાં આવશે.
છેલ્લા બે વર્ષમાં વૈશ્વિક કોરોના મહામારીમાં અસરગ્રસ્ત શહેરના નાગરિકોને આર્થિક નુકસાન ભોગવવાનું થયેલ છે, જે ધ્યાને રાખી આ કોરોના મહામારીના કારણે અસરગ્રસ્ત નાગરિકોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભૂતપૂર્વ તક આપવામાં આવે છે.
ટેક્ષ ખાતામાં ઘણીવાર ટેક્ષ અંગે વિવાદના કારણે કોર્ટ મેટરો થાય છે અને અમુક કિસ્સાઓમાં ઘણા વર્ષોથી કોર્ટ-મેટરો પેન્ડીગ રહે છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઐતિહાસિક યોજનાના અનુસંધાને આશા છે કે ઘણા લાંબા સમયથી ચાલતા આવા કોર્ટ મેટરોનો પણ સુખદ અંત આવશે.
હાલમાં ચાલુ વર્ષમાં ટેક્ષ ખાતામાં વિવિધ પ્રકારની કુલ પ૭,૦૦૦ જેટલી અરજીઓ આવેલ છે. જીપીએમસી એકટની કલમ ૧૪૧ એ મુજબ બાકી ટેક્ષની રકમ ઉપર ૧૮ ટકા જેટલી માતબર દરે વ્યાજ લેવાની જાેગવાઈ છે. પરંતુ આ યોજનાના સમયગાળા અંતર્ગત આ વ્યાજમાં ૭પ ટકા રાહત આપવામાં આવશે, એટલે કે ફકત ૪.પ ટકા વ્યાજ દર હશે, જેના કારણે ટેક્ષ ખાતામાં ચાલતી પ૭,૦૦૦ અરજીઓપૈકી મોટાભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ થઈ શકશે.
ઉપરાંત આ યોજનાના સમયગાળા દરમ્યાન ટેક્ષની તમામ પ્રકારની બાકી અરજીઓના ઝડપી નિકાલ માટે તમામ ઝોનલ ઓફિસોમાં અરજી નિકાલ ઝંુબેશ ચલાવવામાં આવશે તેમજ મોટા બાકીદારો સામે સીલ સુધીના રીકવરીના કડક પગલાં પણ લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ક્યારેય બિન-રહેઠાણની મિલકતોને વ્યાજમાં આટલી મોટી રાહત આપવામાં આવેલ નથી, જેના કારણે આ અભૂતપૂર્વ યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળવાની શક્યતા છે. તેમજ આ યોજનાના સમયગાળા દરમ્યાન પ્રોપર્ટી ટેક્ષની આવક અંદાજીત ર૦૦ થી રપ૦ કરોડ થવાની શક્યતા છે. તેમ રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું.