Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેટરો પ્રજાકિય કામો માટે બજેટ વાપરવામાં નિષ્ક્રિય

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને પ્રાથમિક સુવિધા ઝડપથી મળી રહે તે માટે કાઉÂન્સલરોને ખાસ બજેટ આપવામાં આવે છે પરંતુ મોટાભાગના કાઉÂન્સલરો તેમની આળશ કે અણઆવડતને કારણે બજેટનો યોગ્ય અને પુરતો ઉપયોગ કરતા નથી. નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં કેટલાક કોર્પોરેટરોએ રપ ટકાથી પ૦ ટકા સુધી બજેટનો ઉપયોગ કર્યો નથી તથા તેમની બજેટ રકમ વણવપરાયેલી પડી રહી છે.

ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. ભાજપ પક્ષ નેતાનો પણ આમા સમાવેશ થઈ રહયો છે. જયારે કેટલાંક નિયમિત માનવામાં આવતા કોર્પોરેટરોએ બજેટની ૧૦૦ટકા રકમનો ઉપયોગ કર્યો છે.

મ્યુનિ. કોર્પોરેટરોને તેમના વોર્ડમાં પ્રજાલક્ષી કામો કરવા માટે દર વર્ષે રૂ.૪૦ લાખનું બજેટ આપવામાં આવે છે. સામાન્ય રીતે કોર્પોરેટરોએ આ બજેટની રકમ ૩૧ ડીસેમ્બર સુધી લખવી પડે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૪૦ લાખના બજેટ ઉપરાંત ૧૦ ટકા વધારાનું બજેટ આપવામાં આવે છે મતલબ કે ૪૦ લાખને બદલે તેઓ ૪૪ લાખ સુધી પ્રજાકિય કામો માટે નાણાંનો ઉપયોગ કરી શકે છે.

પરંતુ કોંગ્રેસ અને ભાજપના કેટલાક કોર્પોરેટરોએ મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેમના મતદારો માટે બજેટનો ઉપયોગ કર્યો જ નથી. મ્યુનિ. ભાજપ પક્ષ નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિના બજેટમાં આ લખાય છે ત્યાં સુધી તેમના બજેટમાંથી રૂ.૧પ.૪૮ લાખ વણવપરાયેલા પડી રહયા છે. તેમની સાથે સાથે તેમના સાથી કોર્પોરેટરોએ પણ બજેટ ખર્ચ કર્યાં નથી આવી

સમાન પરિસ્થિતિ નવરંગપુરા વોર્ડમાં પણ જોવા મળી રહી છે. જેમાં તમામ કોર્પોરેટરોના રૂ.૬ થી ૭ લાખ વણવપરાયેલા પડી રહયા છે જયારે શાહપુરના અકબરભાઈ ભટ્ટી, અસારવાના ઓમપ્રકાશ પ્રજાપતિ, ચાંદલોડીયાના રાજેશ્રીબેન પટેલ તેમજ ચાંદખેડાના રાજેશ્રીબેન કેસરીએ તેમના બજેટનો પૂર્ણ ઉપયોગ કર્યો છે.

મ્યુનિ. ભાજપ નેતા ગૌરાંગ પ્રજાપતિના પણ રૂ.૧પ લાખ વણવપરાયેલ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.