Western Times News

Gujarati News

મ્યુનિ. કોન્ટ્રકટરોની બેદરકારીના કારણે 15 હજાર અરજદારોને હજુ ઘર મળ્યા નથી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજના અને એલ.આઈ.જી.યોજના  અંતર્ગત આવાસો મેળવવા વર્ષ-૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં કુલ ૨.૨૫ લાખ લોકોએ અરજી કરી હતી.
મ્યુનિસિપલ તંત્ર તરફથી ઈ.ડબલ્યુ.એસ.તથા એલ.આઈ.જી. આવાસ યોજના અંતર્ગત ૩૮૮૫૦ આવાસ બનાવવા વિવિધ કોન્ટ્રાકટરોને વર્ક ઓર્ડર આપ્યા હતા.આ બંને યોજના અંતર્ગત હજી સુધી ૧૪ હજાર આવાસ બની શકયા નથી.તંત્રે ૧.૯૭ લાખ અરજી ના મંજુર કરતા ડિપોઝીટ પરત લેતા અરજદારોને નાકે દમ આવી ગયો હતો. મ્યુનિ.એ 12 ફેઝમાં તૈયાર કરેલા ઈડબલ્યુએસ આવાસ યોજનાના અને એલઆઈજી પ્રકારના મકાનો માટે 2.25 લાખ લોકોએ ડિપોઝિટ પેટે પણ રૂ.187.73 કરોડની મોટી રકમ જમા કરાવી હતી, જેની સામે માંડ 21365 લોકોને જ ઘર ફાળવાયા છે. જ્યારે 6130 લોકોને મકાન મેળવવા માટેની પ્રતીક્ષા યાદી મૂકવામાં આવ્યા છે.
 મ્યુનિ. કોંગ્રેસના ઉપનેતા નીરવ બક્ષીએ આક્ષેપ કર્યો હતો કે, 8 કોન્ટ્રાક્ટરો અત્યાર સુધીમાં 14815 મકાન બનાવ્યા નથી છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં 2016 થી 2021 સુધીમાં એલઆઇજીના 7487 અને ઇડબલ્યુએસના 31363 મકાનો મળી 38850 મકાનો બન્યા છે. કેટલાક કોન્ટ્રાક્ટરોને કારણે 15 હજાર લોકોને ઘર મળ્યા નથી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.