મ્યુનિ. ભાજપ દ્વારા મેયર અને સ્ટેન્ડીગ ચેરમેનના હોદ્દા માટે પટેલ સમાજની બાદબાકી
અમદાવાદ મ્યુનિ. ભાજપમાં મહિલા પાવર: ભાજપાએ દંડક તરીકે શીતલબેન ડાગા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર સહિત ચાર હોદ્દેદારોના નામોની જાહેરાત ભાજપ દ્વારા સોમવારે કરવામાં આવી હતી જયારે દંડકના નામની જાહેરાત બાકી રાખવામાં આવી હતી ભાજપાએ દંડક તરીકે શીતલબેન ડાગાના નામની વિધિવત જાહેરાત કરી છે
આમ પ્રથમ વખત ભાજપાએ જ્ઞાતિ જાતિના સમીકરણ કોરાણે મુકી લાયકાત મુજબ હોદ્દા આપ્યા છે. તદઉપરાંત મ્યુનિ. ભાજપમાં પ્રથમ વખત જ મહિલા પાવર પણ જાેવા મળ્યો છે. તેવી ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના પાંચ હોદ્દેદારોમાં હોદ્દેદારોના નામોની પુર્ણ જાહેરાત થઈ ગઈ છે
જેમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત જ બે મહિલા કે જેઓ જૈન વણિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તેમને સ્થાન આપ્યું છે. શહેર મેયરના નામની ચર્ચા ચાલતી હતી તે સમયે પ્રતિભા જૈન અને શીતલબેન ડાગા પ્રબળ દાવેદાર હતા. પ્રતિભા જૈનને મેયર પદ સોંપ્યા બાદ શીતલબેન ડાગાની દંડક તરીકે નિમણુંક કરવામાં આવી છે
આમ પાર્ટીએ બંને મહિલાઓને ઉચ્ચ હોદ્દા આપ્યા છે. શીતલ ડાગા મુળ દહેગામના પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તથા તેમના લગ્ન રાજસ્થાન જૈન વણિક સમાજમાં થયા છે આમ તેઓ પટેલ અને જૈન વણિક એમ બંને સમાજના પ્રતિનિધિ તરીકે કામ કરશે.
મ્યુનિ. કોર્પોરેશનના પાંચ હોદ્દેદારો પૈકી ૩ હોદ્દેદારો વણિક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં બે જૈન અને એક વૈષ્ણવ વણિક છે જયારે પક્ષ નેતા ઓબીસી સમાજ અને ડેપ્યુટી મેયર પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરી રહયા છે. મ્યુનિ. ભાજપ દ્વારા મેયર અને સ્ટેન્ડીગ ચેરમેનના હોદ્દા માટે પટેલ સમાજની બાદબાકી કરવામાં આવી હોવાથી સબ કમિટિ ચેરમેનોમાં પટેલ સમાજના ફાળે ત્રણથી ચાર કેબીનો આવી શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.