AMC મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ્સમાં જેનેરિક દવાઓનો સ્ટોર ખુલશે
અમદાવાદ, અમદાવાદ મનપા સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓ મળશે. સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં ર્નિણય લેવાયો કે છસ્ઝ્ર સંચાલિત તમામ હોસ્પિટલોમાં હવે જેનરિક દવાના સ્ટોર ખુલશે. આ ઉપરાંત AMC સંચાલિત હોસ્પિટલોમાં હવે જેનરિક દવાઓનો જ ઉપયોગ થશે.
જેનાથી દર્દી અને તેમના સગા સગા પર ખર્ચનો બોજ ઘટશે. જેનરિક દવાઓ સસ્તી હોવાથી દર્દીઓના પરિવારજનોને રાહત મળશે. જેનેરીક દવાઓ સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓના કન્ટેન્ટ જેટલુ જ કન્ટેન્ટ ધરાવતી હોય છે. તેમજ બજાર દર કરતા ખૂબ જ સસ્તા દરે આ દવાઓ પ્રાપ્ત થતી હોય છે.
જેથી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ જેવી કે શારદાબેન હોસ્પિટલ, તદુપરાંત એલજી હોસ્પિટલ, જીફઁ હોસ્પિટલ, નગરી હોસ્પિટલ જેવી હોસ્પિટલમાં જેનેરીક દવાઓ મળી રહેશે. જાે જેનેરીક દવાના સ્ટોર ન હોય તો શરુ કરવામાં આવશે. જેથી દર્દીઓ માટે બહારથી દવાઓ ખરીદવી પડે નહીં.SS1MS