Western Times News

Gujarati News

મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગે વરસાદી પાણી ઓસર્યા બાદ ૪૭ ટન કાદવ-કિચડ દુર કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે. ઈજનેર વિભાગ દ્વારા વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તમામ પ્રયાસ થઈ રહયા છે જયારે વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળાની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેને ધ્યાનમાં લઈ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ અને દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેકટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ ચોમાસાની સીઝનમાં સફાઈ અને નાગરિકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં લઈ વરસાદી પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે ૭ ઝોનમાં ૮૯૦ર કિલો ગ્રામ લાઈમ ડસ્ટ અને ૧૩૩૪૭ કિલોગ્રામ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાના મોટા રર અંડરપાસમાં સફાઈ કામદારો અને ન્યુસન્સ ટેન્કરો દ્વારા સફાઈ કરવામાં આવી છે

તમામ ઝોનમાં ર૪ ટ્રેકટર પાવડીઓની મદદથી ૪૭ મેટ્રીક ટન જેટલો કાદવ-કીચડ દુર કરવામાં આવ્યો છે તેમજ રપ છેલ્લા ખુલ્લા પ્લોટોમાંથી ર૭.પ મેટ્રીક ટન કચરો દુર કરવામાં આવ્યો છે. ડોર ટુ ડોરના ૧૦૯૬ વાહનો દ્વારા રહેણાંક અને કોમર્શિયલ એકમોના ૩૧ હજારથી વધારે પીઓઆઈ પરથી ૩૦પ૩ મેટ્રીક ટન કચરાનો નિકાલ કર્યો છે.

આ ઉપરાંત મશીનરીઓ મારફતે રસ્તાઓ પરથી ૧૯૦૧ મેટ્રીક ટન કચરો ઉપાડવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા પ્રાણીઓના મૃતદેહોના નિકાલની ફરિયાદો માટે બે શીફટમાં વાહનો મુકવામાં આવ્યા છે આ ઉપરાંત ઝોનલ કક્ષાના કંટ્રોલ રૂમ પર ૩ સીફટમાં સફાઈ કામદારો અને સેનેટરી સુપરવાઈઝર હાજર રાખી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહયો છે. વરસાદી પાણીના નિકાલ બાદ સફાઈ કામ માટે ૯ર૪૭ સફાઈ કામદારો, ૪પ પીએચએસ, ૬૧ એસઆઈ ફરજ પર હાજર રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.