Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને ગંદકી કરનાર નાગરિકોને પકડવા સ્વચ્છતા સ્કવોર્ડ બનાવી

(પ્રતિનિધિ) અમદાવાદ, દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન અભિયાનમાં દર વર્ષે યોજવામાં આવતા સર્વેક્ષણમાં ભારતભરનાં ૪૦૦૦ થી વધારે શહેરમાં અમદાવાદે સૌથી ક્લીનેસ્ટ મેગા સિટીનો દરજ્જાે છેલ્લાં ૦૪ વર્ષથી જાળવી રાખ્યો છે.

શહેરને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલીડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા દિવસ રાત ૨૪ ક્લાક ૩૬૫ દિવસ સફાઈ અને સેનીટેશન તેમજ કચરાના આખરી નિકાલ સહિતની કામગીરી – કરવામાં આવતી હોય છે આ ઉપરાંત વિવિધ સફાઈ અભિયાનો અને જન – જાગૃતિ કાર્યક્રમો પણ હાથ કરવામાં આવતા હોય છે. સફાઈ ના કાર્યક્રમો માં શહેરીજનો પણ ઉત્સાહ ભેર ભાગ લેતા હોય છે.

તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ન્યૂસન્સ સ્પોટ જાેવા મળે છે. આવા સ્પોટ માટે જવાબદાર વ્યક્તિઓ માટે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સ્વચ્છતા સ્ક્વોડ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજયભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરીકો પણ અ.મ્યુ.કો.નાં દરેક પ્રયાસોમાં ભાગીદાર બની રહ્યા છે. તેમ છતાં ઘણાં નાગરીકો રસ્તાઓ પર કે ખુલ્લા પ્લોટોમાં ગમે ત્યાં કચરો ખુલ્લામાં નાંખી ગંદકી કરે છે અને શહેરની ગંદી છાપ ઊભી કરે છે.

આ ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટીકનાં થેલીઓ અને અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટીક આઇટમો જેવી કે પ્લાસ્ટીક પેપર કપ, સ્ટ્રો, વગેરેનો ઉપયોગ કરી પર્યાવરણને પ્રદુષિત કરે છે તથા દુકાનો – કોમર્શિયલ એકમો કે તેઓ જાહેર રસ્તા પર કચરો નાંખી ન્યૂસન્સ કરતાં હોય તેવા ઇસમો / એકમો સામે દંડનીય કાર્યવાહી અને એકમને સીલ કરવા સુધીનાં પગલાં લેવા માટેની કામગીરી કરવા સારું શહેરનાં ૭ ઝોનમાં સ્વચ્છતા સ્કવોડ નામની અલગ ફ્લાઇંગ ચેકીંગ ટીમો કાર્યરત કરવા માટેનો નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે.

સ્વચ્છતા સ્કવોડની ઝોનદીઠ મુજબની ૦૧ મુજબ કુલ ૦૭ ટીમો શહેરનાં ૦૭ ઝોનના જુદા-જુદા વિસ્તારોમાં વાહન સાથે ફરશે. આ સ્ક્વોડમાં સેનેટરી ઈન્સ્પેકટર અને સેનેટરી સબ ઈન્સ્પેકટર કક્ષાનાં સુપરવાઇઝરી સ્ટાફ તૈનાત કરવામાં આવશે. જેઓ ગંદકી – ન્યૂસન્સ – પ્રતિબંધીત પ્લાસ્ટીક આઇટમો – પ્લાસ્ટીક પેપરકપ ઉપયોગ કરતા – ઇસમો – એકમો સામે કડક હાથે પગલાં ભરવાની કાર્યવાહી કરશે. શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાના પ્રતિબધ્ધતા અન્વયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્વચ્છતા સ્કવોડની ચેકીંગની આ કામગીરી આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવશે.

ભારત સરકાર ઘ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા પખવાડીયાની ૧૫ મી સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં વિવિધ સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી હતી.

આ ઉપરાંત હાલમાં ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ સુધીનાં વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવા માટે આયોજન કરવામાં આવ્યા છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છતાનું લેવલ વધુ સુદૃઢ કરવાનાં ભાગરૂપે ૬૦ દિવસનાં વિવિધ પ્રવૃતિઑ કરાવવા બાબતે આજ દિન સુધીમાં હાથ ધરવામાં આવેલ સફાઈ ઝુંબેશમાં મોટી સંખ્યામાં નાગરીકો, NGOs, SHGs અને અન્ય સેવાભાવી સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.