Western Times News

Gujarati News

મુનાવર ફારુકીની તબિયત લથડી,ચાહકો થયા પરેશાન

મુંબઈ, બિગ બોસ ૧૭ ના વિજેતા અને સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારૂકી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને ૨૪ મેના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુનવ્વરના નજીકના મિત્રોમાંથી એક નીતિન મેંઘાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.

તસવીરમાં સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલના બેડ પર બેભાન પડેલો જોવા મળે છે. મુનવ્વરને હોસ્પિટલમાં જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે.ઈન્સ્ટાગ્રામ પર નીતિન મેંઘાણીએ શેર કરેલી તસવીરમાં મુનાવર ફારૂકી હાથમાં આઈવી ડ્રિપ સાથે જોવા મળે છે. તસવીર શેર કરતી વખતે મુનવ્વરના મિત્રએ લખ્યું હું મારા ભાઈના ઝડપથી સ્વસ્થ થવાની મારી પૂરી શક્તિથી કામના કરું છું.

તેને હોસ્પિટલમાં જોયા બાદ તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. મુનવ્વર સાથે શું થયું તે જાણવા ચાહકો ચિંતિત છે. આ પહેલીવાર નથી જ્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન હોસ્પિટલ પહોંચ્યો હોય. ગયા મહિને પણ તેમની તબિયત બગડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તે સમયે તેને પોતાનો ડ્રિપ ધરાવતો ફોટો પણ શેર કર્યાે હતો. તે સમયે તેની તબિયતની સમસ્યાઓ વિશે વાત કરતી વખતે મુનવ્વરે કહ્યું હતું કે તે ખરાબ નજરથી પ્રભાવિત છે. થોડા દિવસો પછી, તેમની તબિયત અપડેટ કરતી વખતે, તેને કહ્યું કે તે હવે ઠીક છે.

ગયા મહિને તેમને પેટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ વર્ષની શરૂઆતથી જ મુનાવર ફારૂકી ઘણા વિવાદોમાં ઘેરાયેલો જોવા મળ્યો હતો. માર્ચમાં, મુંબઈ પોલીસે હુક્કાબાર પર દરોડા દરમિયાન તેની અટકાયત કરી હતી.

જોકે થોડા સમય બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ પછી એલ્વિશ યાદવ સાથેની તેની મિત્રતા પણ ચર્ચામાં રહી હતી. વર્ક ળન્ટની વાત કરીએ તો ‘બિગ બોસ ૧૭’ પછી મુનવ્વર ‘હલકી-હલકી સી’ નામના મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યો હતો.

આ એક રોમેન્ટિક ટ્રેક હતો, જેમાં હિના ખાન પણ હતી. તે ટૂંક સમયમાં જ ‘ફર્સ્ટ કોપી’ સાથે તેના ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે મુનવ્વર જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે અને ચાહકોને તેના સ્વાસ્થ્યના અપડેટ્‌સ આપશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.