Western Times News

Gujarati News

મુન્દ્રા પોર્ટ કાંડઃ સોપારીની દાણચોરી કરાતી હોવાનો ઘટસ્ફોટ

પ્રતિકાત્મક

અમદાવાદ, ડીઆરઆઈએ ૮૧.૮પ એમટી સોપારીનો જથ્થા મામલે મુંબઈના અસલમ શેખ મહેબુબ શેખ અને ગ્રાધીધામ ના ભરત મુળજીભાઈ મહેશ્વરી ધરપકડ કરી કસ્ટમ એક્ટ મજબ નિવેદન લઈને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે.

ડીઆરઆઈએ પકડેલા બે શખ્સની તપાસમાં હજુ કરોડો રૂપિયાનો સોપારીનો જથ્થો છૂપાવ્યો અને સિન્ડિકેટથી સોપારીની દાણચોરી કરવામાં આવતા હોવાનું ખુલાસો થયો છે. દાણચોરો દ્વારા સોપારીના જથ્થાને પીપી ગ્રેન્યુઅલ્સ અને પીઈ એગ્લોમેરેશન તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

ડીઆરઆઈને ખાનગી માહિતી મળી હતી કે, કેટલાક આયાકારો માલના વર્ણનમાં ખોટી રીતે જાહેર કરીને સાપારીની ગેરકાયદેસર દાણચોરી કરી રહ્યા છે. આ સોપારીનો જથ્થો યુએઈના જેબેલ અલી, પોર્ટથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યો હતો અને ગાંધીધામના કાસેઝમાં એકમો માટે મંગાવવામાં આવ્યો હતો.

જેના પગલે અમદાવાદ ઝોનલ યુનિટના ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા ‘પી.પી. ગ્રેન્યુઅલ્સ’ અને ‘પીઈ એગ્લોમરેશન’ તરીકે જાહેર કરાયેલા ત્રણ આયાતી કન્સાઈન્મેન્ટની તપાસ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.