અમદાવાદમાં બે સમય પાણી સપ્લાય કરવા અંગે મ્યુનિ. કોર્પોરેશનની બેવડી નીતિ
220 વો.ડી.સ્ટેશન પૈકી માત્ર 104 માંથી જ સાંજે પાણી સપ્લાય થાય છે.
(પ્રતિનિધિ ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને દરરોજ 1400 એમ એલ ડી કરતા વધુ પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોતરપુર જાસપુર અને રાસ્કા પ્લાન્ટ માંથી પાણી શુદ્ધ કર્યા બાદ 220 વોટર ડિસ્ટ્રીબ્યુશન મારફતે નાગરિકો ના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવાર અને સાંજ એમ બે સમય પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કઈક અલગ જ છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજના સમયે 50% કરતાં પણ ઓછા વોટર ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર મારફતે પાણી સપ્લાય થાય છે ચોકાવનારી બાબત એ છે કે સ્માર્ટ સિટીના વહીવટી તંત્રમાં સાંજના સમયે પાણી સપ્લાય કરવા માટે કોઈ ચોક્કસ પોલીસી જ બનાવવામાં આવ્યું નથી.
અમદાવાદ શહેરના વધતા જતા વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં લઇ સ્થાનિક સ્વાયત સંસ્થા દ્વારા પ્રાથમિક સુવિધા ના કામો કરવામાં આવે છે. જેમાં શહેરના છેવાડે સુધી શુદ્ધ પાણી સપ્લાય કરવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવવામાં આવ્યા છે
શહેરના સાત ઝોનમાં હાલ 220 સ્ટેશન છે આ તમામ વો. ડી. સ્ટેશન પરથી સવારના સમયે પાણી સપ્લાય કરવામાં આવે છે પરંતુ સાંજના સમયે માત્ર 104 વો ડી સ્ટેશન પરથી જ પાણી આપવામાં આવી રહ્યું છે આમ પાણી સપ્લાયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેવડી નીતિ જોવા મળી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કેટલાક વિસ્તારમાં બે સમય પાણીનો જથ્થો આપવામાં આવે છે
જ્યારે કેટલાક વિસ્તારમાં માત્ર સવારના સમયે જ પાણી સપ્લાય થાય છે તેમાં પણ આ પૂરતા પ્રેશર કે પ્રદૂષિત પાણીની ફરિયાદો જોવા મળી રહી છે. મ્યુનિસિપલ કોંગ્રેસ પત્ર નેતા સજાદ ખાન પઠાણી આપતા જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાંજના સમયે પાણી સપ્લાય કરવા અંગે કોઈ જ પોલિસી તૈયાર કરવામાં આવી નથી જેના કારણે એક જ શહેર માં બે નીતિ નો અમલ થઈ રહ્યો છે
મ્યુનિસિપલ શાસકો તેમની ઈચ્છા મુજબ સાંજના સમયે જે તે વિસ્તારમાં પાણીસપ્લાય કરવા નિર્ણય કરે છે જ્યારે અન્ય વિસ્તારના રહીશો એક સમય પાણી માટે પણ વલખા મારે છે આશ્ચર્યજનક બાબત એ છે કે દક્ષિણ ઝોનના કાંકરિયા વિસ્તારમાં આવેલી પાયલોટ ડેરી ટાંકીમાંથી સાંજે પાણી સપ્લાય થાય છે જ્યારે ફૂટબોલ ગ્રાઉન્ડ અને કાકરીયા ટાંકીમાંથી સાંજે સપ્લાય થતા નથી તેવી જ રીતે ઓઢવ વિસ્તારની અંબિકા, ફાયર, આદિનાથ અને ટીપી-2માંથી પણ સાંજનો પુરવઠો આપવામાં આવતો નથી કેમ તેમણે વધુમાં જણાવ્યું હતું
અમદાવાદ શહેરમાં સાંજના સમયે પાણી પુરવઠો સપ્લાય કરવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન ના સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ પાણી સ્ટોરેજની સુવિધા નથી તેવા વિસ્તારોમાં બે સમય પાણી આપવામાં આવે છે શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં માત્ર એક સમય જ પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે જો કે બે સમય પાણી સપ્લાય કરવા માટે કોઈ ચોક્કસ નીતિ બનાવવામાં આવી નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.