વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા રાત્રિ બજારમાં મનપાની કાર્યવાહી
વડોદરા, વડોદરા શહેરનાં કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીનાં વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું મહાનગર પાલિકાના ધ્યાને આવતા સફાળે જાગેલી મહાનગર પાલિકા દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી શહેરનાં અમુક વિસ્તારોમાં દુકાનો સીલ કરવામાં આવતા રાત્રિ બજારનાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતા ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગર પાલિકાના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરતા તેમજ રસ્તા પર દબાણ ઉભું કરી ગેરકાયદે ચાલતી દુકાનો સીલ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરનાં કારેલીબાગમાં ૩૧, સયાજીપુરામાં ૨૯ અને સયાજીબાગ સામે ડોમમાં ૨૧ દુકાનો સીલ કરવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા અચાનક જ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને પગલે વેપારીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. SS3SS