અમદાવાદની પ્રદુષિત હવા માટે મ્યુનિસિપલ સત્તાધીશો જવાબદારઃ કોંગ્રેસનો આક્ષેપ

પ્રતિકાત્મક
મ્યુનિસિપલ સત્તાધારી ભાજપ એર પોલ્યુશન ધટાડવા મળતી ગ્રાન્ટ પૈકી મોટી રકમ તેઓના માનીતા કોન્ટ્રાકટરોના લાભાર્થે વાપરવામાં આવે છે.
તેમજ વોલ ટુ વોલ રોડ નહી બનવાને ક્રન્ટ્રકશન સાઇટો તથા શહેરમાં નિયમિત યોગ્ય સાફ સફાઇ નહી થવાને કારણે હવામાં ધુળનું પ્રમાણમાં ખુબજ વધારો થયો છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસિટી અમદાવાદની હવા ઝેરી બની રહી છે. શહેરના રાયખડ અને રખિયાલ વિસ્તારમાં હવાના પ્રદુષણમાં અસામાન્ય હદે વધારો થયો છે. મ્યુનિસિપલ કમિશનરે પણ શહેરની પ્રદુષિત થતી હવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે પરંતુ મ્યુનિસિપલ સત્તાધારી પાર્ટીએ સદર રકમનો યોગ્ય ઉપયોગ કર્યો નથી
જેના કારણે શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે તેવા આક્ષેપ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન વધવા અંગે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પ્રતિક્રિયા આપતાં કહયું . ભાજપના સત્તાધીશો હવા શુધ્ધ કરવાના નામે કરોડો રૂા. ખર્ચવા છતાં અમદાવાદ શહેરની પ્રજાને શુધ્ધ હવા મળતી નથી. મ્યુનિસિપલ સત્તાધારી ભાજપ એર પોલ્યુશન ધટાડવા મળતી ગ્રાન્ટ પૈકી મોટી રકમ તેઓના માનીતા કોન્ટ્રાકટરોના લાભાર્થે વાપરવામાં આવે છે.
એર પોલ્યુશન માં વધારો થવા માટે ૩૬ % રોડ ડસ્ટ, ૩૪ % ધરેલુ વિવિધ ઉપયોગ , STP પ્લાન્ટ તથા ઇન્ડ્રસ્ટીઓ દ્વારા અને ૧૬ % બાંધકામ પ્રવૃતિઓ મુખ્ય કારણ છે. તેમજ નાઇટ્રોજન ઓકસાઇડ વાહનોને કારણે તેમજ સલ્ફર ડાયોકસાઇડ જેવા ગંભીર અને ખતરનાક વાયુઓ ઇન્ડ્રસ્ટીઓ તથા સ્મશાનો દ્વારા હવામાં ફેલાય છે જે ખુબ જ ગંભીર બાબત છે
તેમજ વોલ ટુ વોલ રોડ નહી બનવાને ક્રન્ટ્રકશન સાઇટો તથા શહેરમાં નિયમિત યોગ્ય સાફ સફાઇ નહી થવાને કારણે હવામાં ધુળનું પ્રમાણમાં ખુબજ વધારો થયો છે. જેથી એર કવોલીટી ઇન્ડેક્ષ સુધારવા તથા એર પોલ્યુશન ધટાડવા બાબતે છેલ્લા ચાર વર્ષમાં ખર્ચેલ રૂા.૨૭૯.૫૨ કરોડની માતબર રકમ વેડફાઇ જવા પામેલ છે
અમદાવાદ શહેરનો એર કવોલીટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તે માટે નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત મળતી ગ્રાન્ટની રકમ માત્ર ને માત્ર એર પોલ્યુશન ઓછું કરવા પાછળ જ વાપરી એર કવોલીટી ઇન્ડેક્ષમાં મહત્તમ સુધારો થાય તેવા નક્કર કામો માટે ખર્ચ કરવી જાેઇએ અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા બાબતના કામોમાં આ ૨કમ ખર્ચ કરવી જાેઇએ તેની બદલે તે રકમ અન્યત્ર વાપરી એર કવોલીટી સુધારી શકાશે નહી
શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે ફાળવેલ નાણાં અન્ય કામોમાં વાપરી નાખવામાં આવે છે જેને કારણે એર પોલ્યુશન વધતું જાય છે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત ગાઇડલાઇન મુજબ માપદંડ નક્કી કરવામા આવેલ છે. જે મુજબ એર પોલ્યુશન બાબતે જવાબદાર સ્ત્રોત શોધવા, એર પોલ્યુશન ઓછું કરવાના ઉપાયો શોધવા, એર પોલ્યુશન ઓછું થયું કે નહી તે નિયમિત ચેક કરવું, પીરાણા ખાતે કચરાનો ડુંગર દુર કરવા વિ. બાબતે નક્કર કામગીરી કરવી જાેઈએ
જે થતી જ નથી જેને કારણે એર કવોલીટી ઇન્ડેક્ષ દિનપ્રતિદિન ઉંચો જતો જાય છે એર કવોલીટી ઇન્ડેક્ષમાં અમદાવાદ શહેર હાલ દેશના અગ્રિમ ૫૦ શહેરોમાં પણ નથી હાલ અમદવાદ શહેરની પ્રજાને શુધ્ધ હવા મળી રહે તે માટે તાકીદે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.