Western Times News

Gujarati News

780 કરોડના ટેન્ડર મામલે મ્યુનિસિપલ કમિશનરના અંગત સચિવ શંકાના દાયરામાં

મ્યુનિ. કમિશનર, ડે. કમિશનર અને કન્સલ્ટન્ટ ની ત્રિપુટીની ટેન્ડર મંજૂરીમાં વિવાદાસ્પદ ભૂમિકા હોવાની ચર્ચા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એના મોટા કમ્પાઉન્ડ સામાન્ય બાબત બની ગયા છે રૂ.25 કે 50 કરોડના નાના ટેન્ડરમાં થતી ગેરરીતી બદલ હવે કોઈ ચર્ચા પણ થતી નથી.

પરંતુ થોડા સમય પહેલા વિશ્વ બેંકની સહાયથી તૈયાર થનાર 375 mld સુઅરેજ પ્લાન્ટના ટેન્ડરમાં થયેલ ગેરરીતી વિવાદનો વિષય બની છે જેનું મુખ્ય કારણ ગેરરીતિની ગંગોત્રી મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાંથી નીકળી હોવાની ચર્ચા થઈ રહી છે ખાસ કરીને કમિશનરના અંગત સચિવ ની ભૂમિકા પણ શંકાસ્પદ માનવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉ વિશ્વ બેંકની લોન માંથી તૈયાર થનાર ૩૭૫ એમએલડી ક્ષમતાના એસટીપીના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે ટેન્ડર ની કુલ કિંમત રૂપિયા 780 કરોડ થાય છે મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રથમ વખત જાહેર કરેલ ટેન્ડર માં ઉચા ભાવો ભરવામાં આવ્યા હોવાથી બીજી વખત જાહેર કરવામાં આવ્યા હતા

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ટેન્ડર એન્વાયરો (જોઈન્ટ વેન્ચર) ખિલારી ઇન્ફ્રા ને આપવામાં આવ્યું છે નોંધનીય બાબત એ છે કે પ્રથમ વખત જે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા તેમાં ફર્સ્ટ પાર્ટી એન્વાયર હતી પરંતુ તે સમયે તેને ખિલાડી સાથે કોઈ જોઈન્ટ વેન્ચર ન હતું ન જ્યારે બીજી વખતના ટેન્ડરમાં આ બંને પાર્ટીઓએ હાથ મિલાવ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરિક સૂત્રોનું માનીએ તો પ્રથમ વખત ટેન્ડર રિજેક્ટ કરવાનું મુખ્ય કારણ ઊંચા ભાવ ઉપરાંત કંપની કેટલીક ટેક્નિકલ શરતો પૂર્ણ કરી શકે તેમ નહતી. પ્રથમ વખતના ટેન્ડરમાં જે ડિઝાઇન માટેની શરત રાખવામાં આવી હતી

તેમાં એન્વાયરો કંપનીની પીછેહઠ થતી હતી આ ઉપરાંત ટેન્ડરની કેટલીક શરતો પણ આ કંપની પૂર્ણ કરી શકે તેમ નહતી.તેથી વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીની મદદથી એમેનડેન્ટ માંથી ખાસ ડિઝાઇન ની શરત બીજા ટેન્ડરમાંથી દૂર કરાવી હતી ત્યારબાદ અન્ય શરતોમાં કોઈ વિઘ્ન ન આવે તેના માટે ખિલારી ઇન્ફ્રા. સાથે હાથ મિલાવ્યા હતા તેમજ ટેન્ડર ભર્યું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા બીજી વખત જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં એલ એન્ડ ટી કંપની એ સૌથી ઓછા ભાવ ભર્યા હતા પરંતુ અલગ અલગ પેરામીટર્સમાં જે માર્કસ આપવામાં આવ્યા હતા તેમાં વિશ્વ વિખ્યાત એલ એન્ડ ટી કંપનીને એન્વાયરો કરતા ઓછા ગુણ આપવામાં આવ્યા હતા જેના કારણે રૂ. 780 કરોડનું ટેન્ડર એન્વાયરોને આપવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન માં થતી ચર્ચા મુજબ એલ એન્ડ ટી ને ઓછા માર્ક્સ આપવા માટે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી, એક ડે. મ્યુનિ. કમિશનર કક્ષાના અધિકારી અને કન્સલ્ટન્ટ ઘ્વારા દબાણ કરવામાં આવ્યા હતા એ ઉપરાંત વિશ્વબેંક ઘ્વારા જે શરતો રાખવામાં આવી હતી તેને દૂર કરવા માટે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીએ ટેન્ડર જાહેર કરવામાં વિલંબ કરાવ્યો હતો.

રૂ. 780 કરોડના ટેન્ડરમાંથી એલ એન્ડ ટી કંપનીની બાદબાકી કરવામાં આવ્યા બાદ આક્ષેપો ની સામનો કરવો ના પડે તે માટે 30 એમ એલ ડી સી ઇ ટી પી માં એક ઉચ્ચ અધિકારીએ એસોસિએશન ના બદલે એલ એન્ડ ટી ને સકંજામાં લેવા પ્રયાસ કર્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

જો કે, આ બધી બાબતો ઉપરાંત કમિશનરના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા નૈનેશભાઈ દોશી ની ભૂમિકા પણ અત્યંત શંકાસ્પદ રહી છે. સામાન્ય રીતે નાના નાના ટેન્ડરમાં  રૂ.50 કે 100 માટે નેગોશીએશન માટે નૈનેશભાઈ દોશી ઘ્વારા અધિકારીઓને ફરજ પાડવામાં આવે છે

પરંતુ અહીં રૂ.780 કરોડના ટેન્ડરમાં આ મહાનુભવ ઘ્વારા નેગોશીએશન કે અન્ય કોઈ જ રિમાર્ક કરવામાં આવી નહતી. મતલબ કે આ કેસમાં કમિશનરની રહેમ નજર હોવાથી તેમના અંગત સચિવે આખે આખો હાથી પૂંછડી સહિત જવા દીધો છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.