Western Times News

Gujarati News

મ્યુનિ. કોંગ્રેસ પક્ષે 523 કરોડના વિકાસકામો સાથે 810 કરોડના સુધારા સુચવ્યા

પૂર્વમાં મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સ્ત્રીઓ માટે પણ અલાયદી હોસ્પિટલ, રિહેબ સેન્ટર વગેરે માટે ખાસ જોગવાઈ

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ રૂ. 15000 કરોડના બજેટમાં વિપક્ષ કોંગ્રેસે રૂ.૮૧૦ કરોડના સુધારા સાથે રૂ.૧૬૩૧ર કરોડનું અંદાજપત્ર રજુ કર્યું છે. કોંગ્રેસ દ્વારા રજુ કરવામાં આવેલ અંદાજપત્રમાં સ્પોર્ટસ અને સારવારને મહત્વ આપવામાં આવ્યું છે.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા રૂ.૮૧૦ કરોડના સુધારા બજેટમાં રૂ.પ૧૩ કરોડના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. જેમાં મ્યુનિ. કોર્પોરેશનને ૭પ વર્ષ પૂર્ણ થયા હોવાથી નાગરિકોને ૩૦ટકા પ્રોપર્ટી ટેક્ષ રિબેટ આપવા રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ઓલિÂમ્પક ર૦૩૬ને ધ્યાનમાં લઈ શહેરના તમામ ઝોનમાં અધ્યત સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે પણ રૂ.ર૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ડાયમંડ જયુબિલી વર્ષની ઉજવણી નિમિત્તે કાંકરિયા લેકફર્ન્ટ, અટલબ્રીજ, ફલાવર શો, સહિત મનોરંજનના તમામ સ્થળોએ નિશુલ્ક પ્રવેશ માટે પણ રજુઆત થઈ છે. રિવરફ્રંટ પર નવી મલ્ટી સ્ટોરી હાઈટેક શાળા માટે રૂ.પ૦ કરોડ અને હાઈટેક લાયબ્રેરી માટે રૂ.રપ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ચોમાસાની સીઝનમાં થતાં વરસાદી પાણીની સમસ્યા દુર કરવા શહેરમાં ૧૦૦ ટકા સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે રૂ.૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના કલંક સમાન કહી શકાય તેવા હાટકેશ્વર બ્રીજ અંગે શાસક પક્ષ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી તથા બ્રીજ યથાવત પરિસ્થિતિમાં ઉભો છે આ બ્રીજ પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે તેથી નાગરિકોના જાનમાલની સલામતીને ધ્યાનમાં લઈ હાટકેશ્વરબ્રીજ તોડી તેના સ્થાને નવો બ્રીજ બનાવવા માટે બજેટમાં રજુઆત કરવામાં આવી છે.

શહેરના પશ્ચિમ ઝોનમાં અનેક ખાનગી હોસ્પિટલો છે તેમજ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત એસ.વી. હોસ્પિટલ પણ છે તેથી પૂર્વ ઝોનમં ગરીબ અને શ્રમજીવી લોકોને સારી સારવાર મળી રહે તે માટે મલ્ટીસ્ટોરી હોસ્પિટલ બનાવવા માટે રૂ.ર૦ કરોડની ફાળવણી થઈ છે. પ્રિતમનગર પાલડી ખાતે ર૦૦૭માં કરોડો રૂપિયાના ખર્ચથી મેડીકલ સ્ટુડન્ટ હોસ્પિટલ બનાવવામાં આવી હતી

આ હોસ્ટેલ અત્યારે અત્યંત જર્જરીત અવસ્થામાં છે તેથી તેને તાત્કાલિક રીપેર કરવા રૂ.પ કરોડ ફાળવ્યા છે. શહેરમાં નશાખોરીનું પ્રમાણ વધી રહયું છે. વ્યસનની ચુંગલમાં ફસાયેલા યુવાનોને યોગ્ય સારવાર મળી રહે તે માટે રીહેબ સેન્ટર બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતી નદી શુદ્ધિકરણ માટે તથા જાહેર પરિવહન સેવાની બસો દ્વારા થતા અકસ્માતના કેસોમાં તાત્કાલિક વળતર મળી રહે તે માટે પોલીસી બનાવવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં મલ્ટી સ્ટોરી હોસ્પિટલની સાથે સાથે ચાઇલ્ડ કેર એન્ડ વુમન માટે મલ્ટીસ્પેશિયાલીટી ગાયનેક હોસ્પિટલ માટે પણ રૂ.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.