મ્યુનિ.કોર્પાે.ના અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના પૂર્વ ઝોનના વોર્ડ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરતાં એક કર્મચારી એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. આ અંગે એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, વટવા જીઆઈડીસી ખાતે ઈલેક્ટ્રીક પેનલનો વ્યવસાય કરતાં ફરિયાદી સમયસર તેમનો વ્યવસાય વેરો દક્ષિણ ઝોનમાં ભરપાઈ કરે છે.
પરંતુ, તેમણે પૂર્વ ઝોન ક્ચેરીથી રૂ.૮૯,૨૩૫ વ્યવસાયવેરાની નોટિસ મળી હતી. તેથી ફરિયાદીએ પૂર્વ ઝોન ઓફિસે રૂબરૂ જઈને પૂછપરછ કરતાં અરવિંદસિંહ ખુમારસિંગ સિસોદિયા કે જેઓ વોર્ડ ઈન્સ્પેક્ટર છે. તેમણે નોટિસનો નંબર કેન્સલ કરવા માટે રૂ.૪૦ લાખની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી એસીબીમાં સંપર્ક કર્યાે હતો.
એસીબીએ આ અંગે લાંચનું છટકું ગોઠવી રૂ.૪૦ હજાર સાથે અરવિંદ સિંહને પકડ્યા હતા. આ બાબતે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં ટ્રેપીંગ અધિકારી તરીકે પોલીસ ઈન્સ્પેક્ટર એ.એન.જાદવ અને સુપરવિઝન અધિકારી તરીકે કે.બી.ચુડાસમાએ કાર્યવાહી કરી હતી.