અમદાવાદને બીજું દિલ્હી બનતું અટકાવવા મ્યુનિ. કમિશનરની તાકીદ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન હોવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરના રખિયાલ અને રાયખડ વિસ્તારમાં સૌથી વધુ હોવાનું પ્રદૂષણ હોવાનું સામે આવ્યું છે.
રખિયાલ વિસ્તારમાં ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને રાયખડ વિસ્તારમાં સૌથી વાહનો પ્રદૂષણ ફેલાવે છે તેના કારણે આ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. અમદાવાદમાં વધતા જતા હવા પ્રદુષણને લઇ મ્યુનિસિપલ કમિશનરે ખાસ પ્લાન બનાવવા માટેની સૂચના બુધવારે મળેલી રીવ્યુ કમિટીમાં આપી હતી. આ ઉપરાંત ડસ્ટ ફ્રી રોડ માટે પણ તાકીદ કરી હતી.શહેરમાં રખડતા ઢોરની કામગીરીના કમિશનરે વખાણ કર્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી રીવ્યુ બેઠકમાં શહેરની એર ક્વોલીટી બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વધતા જતા પ્રદૂષણ મામલે અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને જાણકારી આપી હતી. કમિશનરે કહ્યું હતું આ બાબતે અધિકારીઓ પાસેથી સૂચન માંગ્યા હતા. હવાના પ્રદુષણ અંગે હેલ્થ ઓફિસરોને કામગીરી સોંપી અને જ્યાં પણ સૌથી વધુ હોવાનું પ્રદૂષણ જાેવા મળે તેના કારણો તપાસી સંબંધિત વિભાગો પાસે કામગીરી કરાવવા માટે જણાવ્યું હતું.
એર પોલ્યુશન રોકવા માટે એસ્ટેટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગોને કામગીરી અંગે સૂચના આપવામાંઆપી હતી, કાંકરીયા રેલ્વે યાર્ડ પાસેથી જે ટ્રકો પસાર થાય છે તેમાંથી માટી ઉડે છે, તેના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. આ બાબતે રેલવે સાથે સંકલન કરી અને કામગીરી કરવા જવાબદાર વિભાગને સૂચના આપી હતી. ચાલુ બાંધકામ સાઈટો ઉપર ગ્રીન નેટ લગાવવી સાઈટોની આસપાસ વોટર સ્પ્રીક્લર લગાવવા જેના કારણે માટે ન ઉડે વગેરે બાબતે સૂચના આપી હતી.
શહેરમાં રખડતા ઢોર બાબતે અવારનવાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂચના આપ્યા બાદ ઢોર પકડવાની કામગીરી અંગે ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટે પણ કામગીરી સાથે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે સીએનસીડી વિભાગ સહિતના અન્ય અધિકારીઓએ જે રીતે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી છે. તેને લઈ કામગીરીના વખાણ કર્યા હતા. શહેરમાં નવા રોડ બનાવવાની કામગીરી ઝડપી કરવા માટે પણ ઇજનેર વિભાગને જણાવ્યું હતું. વધુમાં સીટી ઇજનેરોને તેઓએ સૂચના આપી હતી કે ઝોન દીઠ એક એક ડસ્ટર ફ્રી રોડ બને એવું આયોજન કરવામાં આવે.