અમદાવાદની મ્યુનિ. સ્કુલોમાં સોલર પેનલ લગાવી વિજળીનો ખર્ચ બચાવાશે

પ્રતિકાત્મક
૧૩ શાળામાં ખાનગી બેંકની સહાયથી સોલર પેનલ લગાવવાની કામગીરી ચાલુ
સ્કુલ બોર્ડ સંચાલીત ૪૪૯ શાળાઓમાં ગુજરાતી સહીતના પાંચ માધ્યમમાં ભણતાં ૧,૬૬,૧૧૧ બાળકોને ધોરણ-૧થી ધોરણ-૮ સુધી ૪૬૧૦ શિક્ષકો દ્વારા ગુણવત્તાભરી શિક્ષણ આપવામાં આવી રહયું છે.
(એજન્સી)અમદાવાદ, અગાઉ મ્યુનિસીપલ શાળાઓ માટે સામાન્ય જનમાનસમાં એવી માન્યતા હતી કે આ શાળાઓમાં માત્ર અને માત્ર ગરીબ તથા નિમ્ન સ્તરનાં બાળકો ભણે છે. આ ઉપરાંત શાળાઓમાં શિક્ષણનું સ્તર પણ સાવ નબળું હોય છે. એટલે સેકડો વાલીઓ પેટે પાટા બાંધીને પોતાનાં બાળકોને મોઘીદાટ ફી ચુકવીને ખાનાગી શાળાઓમાં ભણાવતા આવ્યા હતા,
જોકે હવે છેલ્લાં કેટલાંક વર્ષથી મ્યુનિસીપલ શાળાઓની કાયાપલટ થઈ ગઈ છે. અને આ શાળાઓ ‘અનુપમ’ કહો કે સ્માર્ટ શાળા તરીકે કોર્પોરેટ લુક ધરાવતી અન્ય ખાનગી શાળાઓને અભ્યાસ સહીતનાં તમામ પાસાંઓમાં સીધી ટકકર આપે તેવી બની ગઈ છે. જેના કારણે દર વર્ષે અનેક બાળકો ખાનગી શાળામાં છોડીને મ્યુનીસીપલ શાળામાં પ્રવેશ મેળવી રહયાં છે.
રજુ કરાયેલા મ્યુનિસીપલ સ્કુલ બોર્ડના રૂ.૧૦૯૪ કરોડના ડ્રાફટ બજેટમાં તંત્રએ એઅકેડેમીકી સ્ટ્રેન્થ ર.૦ નો બજેટસત્ર અપનાવવાની સાથે-સાથે માળખાકીય સુવિધાઓ પાછળ પણ ખાસ ભાર મુકયો છે. જેના પગલે હવે ૪૪૯ શાળાઓ ધીમે ધીમે સોલાર સીસ્ટમથી સુસજજ થવા પામશે. આ અંગે વધુ જાણકારી આપતાં મ્યુનિસીપલ સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો.એલ.ડી. દેસાઈ કહે છે.
સ્કુલ બોર્ડ સંચાલીત ૪૪૯ શાળાઓમાં ગુજરાતી સહીતના પાંચ માધ્યમમાં ભણતાં ૧,૬૬,૧૧૧ બાળકોને ધોરણ-૧થી ધોરણ-૮ સુધી ૪૬૧૦ શિક્ષકો દ્વારા ગુણવત્તાભરી શિક્ષણ આપવામાં આવી રહયું છે. શૈક્ષણીક અને વિધાર્થી વિકાસને લગતી પ્રવૃત્તિઓ પાછળ બજેટમાં ૬.૧૪ ટકા એટલે કે રૂ.૬૭ કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ ૭.૩૧ ટકા એટલે કે રૂ.૮૦ કરોડનો ખર્ચ થનાર છે.
મ્યુનિસીપલ શાળામાં બાળકોને સેનીટેશનની સુવિધા, પીવાના પાણી અને મધ્યાહન ભોજન યોજના, રમતગમતનાં સાધનો, કમ્પ્યુટર શિક્ષણ સ્માર્ટવર્ગખંડ, સીસીટીવી કેમેરા, વાચનાલય અને સરકારની અનેક યોજનાઓ વગેરેનો લાભ આપવામાં આવી રહયો છે. જેના કારણે ખાનગી શાળાઓ પ્રત્યેનો વાલીઓનો મોહભંગ થતાં મ્યુનિસીપલ શાળા તરફનો મોહભંગ થતાં મ્યુનિસીપલ શાળા તરફનો વધતો પ્રત્યેક શૈક્ષણીક વર્ષમાં ઉત્તરોઉત્તર વધતો જાય છે. તેમ જણાવતા મ્યુનિસીપલ સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ વધુમાં ઉમેરે છે.
કે આગામી નાણાકીય શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈ વધુમાં ઉમેરે છે કે, આગામી નાણાકીય વર્ષ ર૦ર૪-રપના ડ્રાફટ બજેટમાં તમામે તમામ ૪૪૯ શાળાઓને સોલાર પેનલથી સુસજજ કરવાની દિશામાં કવાયત આરંભાઈ છે. આ કવાયત અંતર્ગત પ્રાથમીક તબકકા હેઠળ બજેટમાં રૂ.એક કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અત્યારે વધુ વીજ વપરાશ ધરાવતી ૧૩ શાળાઓમાં સોલર પેનલ લગાવવાની પ્રક્રિયા ચાલુ છે. આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશન દ્વારા વધુ વીજ વપરાશ ધરાવતી આ શાળાઓમાં CSR ફંડ અંતર્ગત સોલાર પેનલ લગાવાઈ રહી છે. આગામી દિવસોમાં હજુ વધુ ને વધુ શાળાઓમાં વીજળીના બચાવ થાય તે હેતુથી સોલાર પેનલ લગાવવા માટે ખાનગી કંપનીઓના સહયોગથી મ્યુનિસીપલ સ્કૂલ બોર્ડ આવકારશે. તેમ પણ શાસનાધિકારી ડો.દેસાઈ કહે છે.
હાલમાં સરસપુર શાળા નં.ર૬ સરસપુર શાળા નં.૭ ઘાટલોડીયા પ્રાથમીક શાળા નં.રચાંદલોડીયા પ્રાથમીક શાળા થલતેજ પ્રાથમીક શાળા નં.ર ઈસનપુર પબ્લીક સ્કુલ નં.ર વટવા ગુજરાતી શાળા નં.ર ઈસનપુર ગુજરાતી શાળા નં.૧ કાંકરીયા ગુજરાત શાળા નં. શહીદ વીર કેપ્ટન નિલેશ સોની પ્રાથમીક શાળા લીલાનગર ગુજરાતી શાળા નં.ર અને સંકલીત શાળા નં. ૧ એમ આ ૧૩ વધુ વીજ વપરાશ ધરાવતી શાળાઓમાં સોલાર પેનલ બેસાડવાની કામગીરી ચાલી રહી છે.