‘મુંજ્યા’એ કમાણીમાં ‘દૃશ્યમ ૨’નો રેકોર્ડ તોડ્યો
મુંબઈ, શર્વરી વાઘ અને અભય વર્માની ‘મુંજ્યા’ થિએટરમાં સારી ચાલી રહી છે અને બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડ ક્લબમાં જોડાવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ઘણા દર્શકો અને ઇન્ડસ્ટ્રીના લોકો માટે એક સરપ્રાઇઝ બની રહી છે. પહેલાં અઠવાડિયામાં જ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, હવે ‘કલકી’ રિલીઝ થઈ ચૂકી છે, તેથી થિએટરમાં તેની અસર જરૂર થશે, પરંતુ ‘મૂંજ્યા’ પોતાનું કામ કરી ચૂકી છે.
આદિત્ય સર્પાેતદાર દ્વારા ડિરેક્ટ થયેલી આ હોરર કોમેડીને ખાસ કરીને વર્ડ ઓફ માઉથ પબ્લિસિટીનો ખાસ લાભ મળ્યો છે. કારણ કે ફિલ્મ રિલીઝ થઈ એ પેહલાં તેના વિશે કોઈ ખાસ ચર્ચા કે વધારે પ્રમોશન કરવામાં આવ્યું નહોતું. છતાં પહેલાં દિવસે જ ફિલ્મે ૪.૨૧ કરોડની કમાણી કરી હતી.
પરંતુ ત્યાર પછી બોક્રસ ઓફિસ પર તેણે ૨૦૦ ટકા કમાણી કરી છે. ૨૦ દિવસમાં ‘મૂંજ્યા’એ ૯૪.૭૮ કરોડની કમાણી કરી છે જ્યારે આ ફિલ્મનું બજેટ માત્ર ૩૦ કરોડ હતું, તો આ ફિલ્મે ૬૪.૭૮ કરોડનો નફો કર્યાે છે.આમ આ ફિલ્મે ૨૧૫.૯૩ ટકા આવક કરી છે.
આ રીતે ફિલ્મ પેન્ડેમિક પછી સૌથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની ગઈ છે. ‘મુંજ્યા’એ ‘દ્શ્યમ ૨’ને પાછળ રાખી દીધી છે, જેણે ૨૦૦.૭૩ ટકા આવક કરી હતી. ‘ધ કશ્મીર ફાઇક્રસ’ને ૧૧૬૨ ટકા આવક થઈ હતી, બીજા નંબરે ‘ધ કેરાલા સ્ટોરી’એ ૬૯૪.૨૩ ટકા કમાણી કરી હતી. ત્રીજા નંબરે રહેલી ‘ગદર ૨’એ ૬૦૦.૬૬ ટકા કમાણી કરી હતી.SS1MS