ક્રૂઝ ડ્રગ્સ કેસ: અરબાઝ અને મુનમુન પણ જેલમુક્ત થયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Arbaz_Munmun.jpg)
૨૮ ઓક્ટોબરે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન મંજૂર થયા હતા
મુંબઈ,૩ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની સાથે તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડલ મુનમુન ધામેચાની પણ ધરપકડ કરી હતી. ૨૮ ઓક્ટોબરે આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના પણ જામીન મંજૂર થયા હતા. Munmun Dhamecha and Arbaz Merchant Walks Out of Jail Day After Aryan’s Release in Mumbai Drug Bust Case
શનિવારે (૩૦ ઓક્ટોબર) આર્યન ખાન જેલ મુક્ત થઈને ઘરે પહોંચ્યો હતો. જ્યારે તેનો મિત્ર અરબાઝ અને મુનમુન ધામેચાને વધુ એક રાત જેલમાં કાઢવી પડી હતી. જાેકે, રવિવારનો દિવસ આ બંને માટે રાહત લઈને આવ્યો કારણકે તેઓ જેલ મુક્ત થયા છે. ટિ્વટ કરીને આ અંગેની પુષ્ટિ કરી છે.
જેલમાંથી છૂટેલા અરબાઝની તસવીર ટિ્વટ કરતાં લખ્યું, મુંબઈની આર્થર રોડ જેલમાંથી અરબાઝ મર્ચન્ટ મુક્ત થયો છે. અરબાઝ મુક્ત થતાં તેના પિતા અસલમ મર્ચન્ટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું, હું ખૂબ ખુશ છું. અમારો દીકરો ઘરે આવ્યો છે ત્યારે સૌથી વધુ ખુશ તેની મમ્મી છે. અમારી પ્રાર્થનાઓ અને આશીર્વાદ ફળ્યા છે.
અમે જામીનની દરેક શરતનું ગંભીરતાથી પાલન કરીશું. અરબાઝ પહેલા મોડલ મુનમુન ધામેચા પણ જેલમાંથી મુક્ત થઈ છે. મુનમુનના વકીલ કાશિફ અલી ખાને રવિવારે જણાવ્યું, તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થયા બાદ મુનમુન જેલમાંથી છૂટી છે.
હવે અમે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સમક્ષ તેને મધ્યપ્રદેશ જવાની પરવાનગી માગતી અરજી કરીશું કારણકે તે મૂળ ત્યાંની છે. જણાવી દઈએ કે, આર્યનની જેમ જ અરબાઝ અને મુનમુનને પણ ૧ લાખ રૂપિયાના પીઆર બોન્ડ પર જામીન આપ્યા હતા. આર્યનના કેસમાં શ્યોરિટી પર એક્ટ્રેસ જૂહી ચાવલાએ સહી કરી હતી. જ્યારે મુનમુન ધામેચા અને અરબાઝના પરિવારો વ્યક્તિ દીઠ ૧૫,૦૦૦ની શ્યોરિટી સાથે ૭-૭ લોકોને લાવ્યા હતા.
મુનમુન માટે તેના ભાઈ, સંબંધીઓ અને મિત્રોએ આ શ્યોરિટી લીધી હતી જ્યારે અરબાઝ મર્ચન્ટ માટે તેના મમ્મી, ભાઈ અને અન્યોએ શ્યોરિટી લીધી હતી. અરબાઝના પિતાએ શનિવારે જણાવ્યું હતું કે, આ બધી પ્રક્રિયા પૂરી થયા પછી તેઓ રાત્રે સાડા આઠ વાગ્યે આર્થર રોડ જેલની જામીન પેટીમાં રિલીઝ ઓર્ડર મૂકી શક્યા હતા.
અરબાઝ, મુનમુન અને આર્યનના વિસ્તૃત જામીન ઓર્ડરમાં કોર્ટે તેમને દર શુક્રવારે સવારે ૧૧થી બપોરે ૨ વાગ્યાની વચ્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મુંબઈ સ્થિત ઓફિસમાં હાજરી પુરાવાનું કહ્યું છે. આ સિવાય પાસપોર્ટ જમા કરાવાની અને મંજૂરી વિના દેશ ના છોડવા જેવી અલગ-અલગ શરતો મૂકી છે.