મુનમુન દત્તાએ ફોટોગ્રાફર્સને વાહીયાત કોમેન્ટ બંધ કરવા કહ્યું
મુંબઈ, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત થઈ ત્યારથી ‘બબીતાજી’નું પાત્ર ભજવતી મુનમુન દત્તા, હાલમાં એક એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર કેટલાક ફોટોગ્રાફર્સને તેના વિશે અપ્રિય ટિપ્પણીઓ કરતાં સાંભળી જતાં નારાજ થઈ ગઈ હતી.
ઈવેન્ટમાં એક્ટ્રેસ ગ્રીન સાટિન ડ્રેસમાં પ્રીટી લાગતી હતી અને આ સાથે તેણે સિલ્વર કલરની શાઈનિંગ ઈયરરિંગ્સ પહેરી હતી. તેણે વાળને બાંધીને રાખ્યા હતા અને ફ્રિંજ રાખી હતી. રેડ કાર્પેટ પર ઓવરઓલ લૂકમાં તે જામી રહી હતી. એવોર્ડ શો માટે અંદર જતાં પહેલા તેણે મીડિયાકર્મીઓ સાથે વાત કરી હતી.
આ દરમિયાન તે કેટલાકને તેના માટે ખરાબ કોમેન્ટ કરતાં સાંભળી ગઈ હતી. તેનાથી તેનો મૂડ ઓફ થઈ ગયો હતો અને જતું કરવાના બદલે ત્યાં જ તેમને સંબંધોને જવાબ આપ્યો હતો.
મુનમુન દત્તાએ સહેજ આક્રોશ સાથે કહ્યું હતું ‘અને આ જે લોકો પાછળથી કોમેન્ટ કરે છે તે બધું આ લોકોના વીડિયોમાં સંભળાય છે તેથી તે લોકો કોમેન્ટ કરવાનું બંધ. આ પાછળથી જે વાહીયાત કોમેન્ટ કરે છે, તે કોમ્યુનિટી જ આખી એવી થઈ ગઈ છે’, આટલું કહ્યા બાદ તે થોડી શાંત થઈ હતી અને એવોર્ડ શો વિશે વાત કરવા લાગી હતી.
તેના શો સાથેના અસોસિએશન વિશે વાત કરી હતી. સાથે જાેડાવું તે સૌભાગ્યની વાત છે. અમારો શો ઘણા સમયથી તેની સાથે સંકળાયેલો છે અને આ વર્ષે અમે પણ નોમિનટ થયા છીએ. આ સિવાય હું એવોર્ડ પણ પ્રેઝન્ટ કરી રહ્યું છું. તેથી આ માટે હું ઉત્સાહિત છું’. મુનમુન દત્તાના આ વીડિયો બાદ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક યૂઝરે લખ્યું હતું.
‘આ પહેલા સારી લાગતી હતી, હવે કેમ આવી થઈ ગઈ છે’, તો એકે લખ્યું હતું ‘તેના પર સફળતાનો નશો ચડી ગયો છે’, તો એક યૂઝરનું કહેવું હતું ‘આ લોકોના કારણ તમે દેખાવ છો મેડમ, એટિટ્યૂડ વધી ગયો છે.
કર્મનું ફળ જરૂરથી મળશે’. એક્ટ્રેસના ફેન્સે તેને પસંદ આપ્યો હતો અને જે કંઈ કહ્યું તે ઠીક કહ્યું તેમ લખ્યું હતું. એક ફેને કોમેન્ટ કરી હતી ‘તે સાચી છે. કેમેરામેન સેલિબ્રિટી માટે અપશબ્દો અને ખરાબ શબ્દો બોલતા રહે છે. મેં ઘણીવાર સાંભળ્યું છે’. એકનું કહેવું હતું ‘સારું કર્યું, આ લોકોને સેલેબ્સને પરેશાન કરે છે અને જ્યારે તેઓ કંઈ કહે તો આ જ લોકો બદનામ કરે છે’.SS1MS