તો મુનમુન દત્તા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ફસાઈ ગઈ હોત
મુંબઈ, ઇઝરાયેલની સ્થિતિ આ સમયે સારી નથી. પેલેસ્ટાઈન તરફી હમાસે જ્યારથી ઈઝરાયેલ પર હુમલો કર્યો છે ત્યારથી તેમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં અટવાઈ ગઈ હતી. હવે મુનમુન દત્તા કહે છે કે તે પણ ત્યાં જવાની હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી મુનમુન દત્તાએ એક લેટેસ્ટ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ઈઝરાયેલ જવાની હતી, પરંતુ કોઈ કારણસર તેણે પોતાનો પ્લાન મોકૂફ રાખવો પડ્યો હતો. આનાથી તેનો જીવ બચી ગયો. મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વચ્ચે ફસાઈ જવાની હતી. અભિનેત્રીએ કહ્યું કે તે વિચારીને જ ધ્રૂજી રહી છે કે તે ઇઝરાયલમાં રહેવા જઇ રહી હતી. મુનમુને પોસ્ટ કર્યું, “હું એ વિચારીને કંપી જાઉં છું કે હું અત્યારે ઇઝરાયેલમાં હોવાની હતી.
મારી ટિકિટ બુક થઈ ગઈ હતી, પરંતુ મારે તેને આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખવી પડી હતી. મુનમુને વધુમાં જણાવ્યું કે છેલ્લી ઘડીએ શો ‘તારક મહેતા’ના કારણે તેની ટિકિટ મોકૂફ રાખવી પડી હતી. અભિનેત્રીના કહેવા પ્રમાણે, “આવુ એટલા માટે થયું કારણ કે અચાનક મારી નાઈટ શિફ્ટ લંબાવવામાં આવી હતી. તેનું કારણ વધારાના સીન ઉમેરવાનું હતું. પહેલા હું ઉદાસ હતી, પરંતુ હવે મને સમજાયું છે કે આ નિયતીની રમત હતી, જેણે મને આવી ઘટનાઓથી બચાવી લીધી.
આમાં મારો જીવ પણ જઈ શકતો હતો. મુનમુન દત્તાએ ઈઝરાયેલમાં શાંતિની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું છે કે તેને ભગવાનમાં વિશ્વાસ છે. અભિનેત્રીએ કહ્યું, “મને ખબર નથી કે મારી કૃતજ્ઞતા કેવી રીતે વ્યક્ત કરવી. તે એ હકીકતને પુનરાવર્તિત કરે છે કે ભગવાન છે અને જે પણ થાય છે તે સારા માટે થાય છે. હું આશા રાખું છું કે ઇઝરાયેલ શાંતિ મળશે, વિશ્વને શાંતિ મળશે.SS1MS