Welcome-3 માં અક્ષય સાથે મુન્ના અને સર્કિટની જોડી જોવા મળશે?
મુંબઈ, ૨૦૦૭માં આવેલી ફિલ્મ વેલકમ’માં ખૂબ કોમેડી હતી.આ સમયગાળામાં સૌથી વધુ કોમેડી ફિલ્મમાંની વેલક્મ એક ફિલ્મ હતી. જ્યારે ૨૦૧૫માં વેલકમની સિક્વલ વેલક્મ ૨ બની હતી, ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર, અનિલ કપૂર, નાના પાટેકર, પરેશ રાવલ, મલ્લિકા શેરાવત અને કેટરિના કૈફ હતા. આ સિવાય ફિલ્મમાં શ્રુતિ હસન, જાેન અબ્રાહમ, શાઈની આહુજા અને નસીરુદ્દીન શાહ જાેવા મળ્યા હતા.
ત્યારે હવે નવા અહેવાલો અનુસાર, ‘વેલકમ ૩’ની કાસ્ટ પણ સામે આવી છે અને તે ખૂબ જ આશ્ચર્યજનક છે. વેલકમના ત્રીજા ભાગનું નામ અત્યાર સુધી વેલકમ ટુ ધ જંગલ કહેવામાં આવતુ હતુ પરંતુ હવે ફિલ્મનું નામ વેલક્મ ૩ રાખવામાં આવશે.
આ ફિલ્મને ફિરોઝ નડિયાડવાલા પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મમાં કાસ્ટિંગમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, સંજય દત્ત અને અરશદ વારસી લીડ રોલ પ્લે કરશે. કહેવામાં આવી રહ્યુ છે કે, હેરાફેરીની રિલિઝ બાદ જ વેલક્મ ૩ને રિલિઝ કરવામાં આવશે.
ફિલ્મ ડાયરેક્ટર હજુ નક્કી કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી અક્ષયકુમારની હેરાફેરી ૩ની ચર્ચાઓ ચાલી રહી હતી કે, અક્ષયકુમાર હેરાફેરી ફિલ્મમાં કામ નહીં કરે, પરંતુ ત્યારબાદ કન્ફર્મ થયુ હતુ કે, અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી આ ફિલ્મમાં કામ કરશે.
હાલમાં ત્રણેય અભિનેતાનો શૂટિંગ સમયનો એક ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં અક્ષયકુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટી એક સાથે જાેવા મળી રહ્યા છે.
આ ફિલ્મ સાથે દર્શકોને અનેક અપેક્ષા છે. જેતે સમયે હેરાફેરીની કોમેડીએ ધૂમ મચાવી હતી અને હાલ પણ લોકો હેરાફેરીના દિવાના છે ત્યારે આ ફિલ્મ હેરાફેરી કરતા પણ વધુ કોમેડી બને તેવી દર્શકો માંગ કરી રહ્યા છે. દર્શકોને આ ફિલ્મ સાથે વધુ એપેક્ષા છે.SS1MS