મુન્નવર ફારુકી ‘ફર્સ્ટ કોપી’થી ઓટીટી પર એક્ટિંગ ડેબ્યુ કરશે

મુંબઈ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુ.થી બિગ બોસ શો દ્વારા ટીવીના પડદે ચમકેલો અને હવે મુન્નવર ફારુકી ઓટટીમાં એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે.
ખાસ તો બિગબોસ ૧૭થી તે જાણીતો થયો હતો. તે આ પહેલાં ઓટીટી પર રિલાયિલિટી શોના જજની ભૂમિકા કરી ચૂક્યો છે પણ હવે તે ‘ફર્સ્ટ કોપી’ શો સાથે ઓટીટી પર એક્ટિંગ ડેબ્યુ કરી રહ્યો છે. આ શોમાં તેની સાથે ક્રિસ્ટલ ડિસોઝા પણ હશે, જે પાઇરસીની દુનિયાની વાત કરશે.મુનવ્વરે તાજેતરમાં પોતાના ઇનસ્ટ્રાગ્રામ હેન્ડલ પર શોનું ટીઝર શેર કર્યું હતું,
જેમાં તેણે લખ્યું હતું, “માલ નકલી છે, પણ આરિફનો સ્વેગ બિલકુલ અસલી છે! ફર્સ્ટ કોપી આ જૂન મહિનાથી એમેઝોન એમએક્સ પ્લેયર પર ળીમાં જોઈ શકાશે.”આ ૯૦ના દાયકાના મુંબઈની વાત કરતો થ્રિલર શો છે.
જેમાં ૯૦ના દાયકાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત છે, જ્યાં મુન્નવ્વર ફારુકીનું પાત્ર આરિફ એક પાઇરસીનુ દુનિયાના માસ્ટરમાઇડનું પાત્ર ભજવે છે, જે આર્થિક રીતે જરૂરિયાતમંદ પરિવારમાંથી આવીને એક આખું એમ્પાયર ઉભું કરે છે. ત્યારે ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એવા લોકો પણ છે, જે તેને નીચે પાડવાના પ્રયત્ન કરે છે.
ત્યારે આરિફ અસ્તિત્વના સંઘર્ષમાં જકડાઈ જાય છે. આ શોમાં ગુલશન ગ્રોવર, રઝા મુરાગ અને મિયાંગ ચેંગ જેવા કલાકારો પણ છે. મુન્નવરે કહ્યું હતું કે આરિફનું પાત્ર સંઘર્ષ વચ્ચે ટકી રહેવાનું એક ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં કશું જ સરળ નથી. તેણે કહ્યું કે આ પાત્ર ભજવતા તેને પાત્રની જટિલતામાં ઉતરવાની તક મળી. આ થ્રિલર સ્ટોરી જૂનથી એમેઝોન પર જોવા મળશે.SS1MS