બહેનનાં પ્રેમલગ્નથી અકળાઈ ઉઠેલા સાળાએ બનેવીની ગોળી મારી કરી હત્યા
પાવીજેતપુર, છોટાઉદેપુર જીલ્લાના પાવી જેતપુરના તાલુકાના ઘુટણવડ ગામે બહેનના પ્રેમલગ્નના કારણે અકળાયેલા યુવાને બનેવીને બંદુકની ગોળી મારી હત્યા કરી હોવાની ઘટના બની હતી. બીએસએફમાં ફરજ બજાવતા જવાનના દિકરાએ આ હત્યા કરવા માટે પિતાની બંદુકનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્નીને પણ આઠા માસનો ગર્ભ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પાવી જેતપુર તાલુકાના ઘુટણવડ ગામના સુનીલભાઈ શંકરભાઈ રાઠવાને બાજુના જ કિકાવાડા ગામની યુવતી સ્નેહાબેન સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેએ દોઢ વર્ષ પહેલાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. તેમ છતાં યુવતીના લગ્ન તેના પરીજનોને અન્ય જગ્યાએ કરી દીધા હતા. પરંતુ યુવતી થોડા મહીના જ પોતાના પતીને ત્યાં રહી હતી પોતાના પ્રેમને પામવા ઘરેથી પાછી આવીને પ્રેમી સાથે રહેવા લાગી હતી.
આ વાત યુવતીના ભાઈ સચીનને આંખના કણાની જેમ ખુચતી હતી. બનેવીને સબક શીખવડાવા માટે ગઈકાલે મોડી સાંજ પોતાના પિતાની બંદુક લઈને કિકાવાડી ઘુટણવડ પોતાની બહેનની સાસરીમાં પહોચી ગયો હોત. સચીને પોતાના બનેવીને પીઠમાં બંદુકની ગોળી મારી દીધી હતી.
સુનીલ જમીન પર ફસડાઈ પડયો હતો. સુનીલ જમીન પર ફસડાઈ જવા છતાં સાળા સચીનનો ક્રોધ ઓછો થયો ન હતો. બંદુકનો પાછળનો ભાગ સુનીલને માથામાં અને શરીર પર માર મારવા લાગ્યો હતો. લોકોએ ૧૦૮ ને બોલાવતા ૧૦૮ વાળાને પણ સચીને બંદુક બતાવતા તેઓ પણ ગભરાઈ ગયા હતા અને ત્યાંથી જતાં રહયા હતા
પરંતુ પોલીસે આવી જતાં ૧૦૮ બોલાવવીને તેમાં સુનીલને પાવી જેતપુર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેણે મૃત જાહેર કર્યો હતો.