ટેમ્પો પાર્ક કરવા બાબતે પાડોશીઓ વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો
ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આ મામલે ગુનો દાખલ કરી ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી
સુરત, સુરતના ઉતરાયણ વિસ્તારમાં સોસાયટીમાં ટેમ્પો પાર્ક કરવાને લઈને પાડોશીઓમાં ઝઘડો થયો હતો. જાેકે આ ઝઘડામાં એક પડોસી એ પાડોશમાં રહેતી મહિલાઓ સાથે દૂર વ્યવહાર કરતાં આ મહિલા પરિવાર સભ્ય ઘરે આવતાની સાથે ઝઘડો કરનાર પડોસીના ઘરે હથિયાર લઈ પહોંચી ગયા હતા
અને પાડોશીને ચપ્પુ વડે હુમલો કરતા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેને લઇને તેનું કરૂંણ મોત થયું હતું. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણ લોકોની અટકાયત પણ કરી છે.
સુરતમાં સામાન્ય બાબતે હત્યાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પડોશીઓએ સામાન્ય બાબતે ઝઘડી પડ્યા હતા અને જાેતજાેતામાં ચપ્પુ વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ સોસાયટીમાં રહેતા હિંમતભાઈએ ઘર નજીક ટેમ્પો પાર્ક કર્યો હતો જેને લઇને પડોસમાં રહેતી મહિલાઓ અપશબ્દ બોલવા લાગ્યા હતા.
આ બાબતને લઈને હિંમતભાઈ આ મહિલાઓ સાથે દૂર વ્યવહાર કર્યો હતો. જેને લઇને મહિલાઓના પરિવારના સભ્ય ઘરે આવતા તેઓએ હિંમતભાઈની ફરિયાદ કરતા પડોસીઓ હિંમતભાઈના ઘરે ઘાતક હથિયારો લઇ પહોંચ્યા હતા અને ઝઘડાની શરૂઆત કરી હતી.
જાેતે જાેતજાેતામાં આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે હિંમતભાઈને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેને લઈને તેમના શરીરને ગંભીર ઇજા પહોંચી હતી.જાેકે તાત્કાલિક હિંમતભાઈને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આ મામલે ગુનો દાખલ કરી ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનામાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે. પોલીસે આ મામલે આરોપીયાની અટકાયત કરી વધુ શરૂ કરી છે.