સચિવાલયમાં કામ કરતા યુવાનની હત્યા- બે આરોપીની અટકાયત
ગાંધીનગર, મહુવાનાં ભાદ્રોડ ગામનો રહેવાસી અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં કોન્ટ્રાક્ટ બેઝ પર મહિલા બાળ કલ્યાણ વિભાગનાં નાયબ સચિવના ઁછ તરીકે ફરજ બજાવતા રોહિત સિસારાને કેટલાક શખ્શો દ્વારા ગળે ટૂંપો આપી તેનાં મૃતદેહને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રોહિત સિસારા તા. ૨૦ ડિસેમ્બરનાં રોજ એકાએક ગુમ થઈ ગયો હતો. આ સમગ્ર મામલે એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને તપાસમાં સીસીટીવી મળ્યા હતા. જે સીસીટીવીની તપાસમાં રોહિત સિસારાનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસ સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસનાં ચક્રોગતિમાન કરતા વધુ બે આરોપીઓની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરતા સમગ્ર હત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે ત્રિકોણીયા પ્રેમ પ્રકરણમાં સામે આવ્યું હતું. જેમાં મૃતક અને આરોપીનું એક જ યુવતી સાથે અફેર હતું. આ સમગ્ર મામલે જૂના સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસની કચેરીમાં સેવિકા તરીકે નોકરી કરતા રોહિતની બહેન દક્ષાબેબે સેક્ટર-૭ પોલીસ મથકમાં રોહિત સિસારાની ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતી યુવકનુ ટુ વ્હીલર સેક્ટર ૧૧ રામકથા મેદાન પાસેથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. અને ત્યારે બાદ જાસપુર કેનાલમાંથી ગળાનાં ભાગે ટૂંપો આપી દીધેલ તેમજ હાથ પગ દોરડું બાંધેલ અજાણ્યા યુવકની લાઘ મળી આવતા આ બાબતે સાંતેજ પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ બાબતે ગાંધીનગર જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સેક્ટર ૭ એક અપહરણ અને મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં બે આરોપીઓ રાજ વિક્રમસિંહ અને બીજો ધવલ રાઠોડ આ બંને આરોપીઓએ મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કામ કરતા રોહિતને બોલાવ્યો હતો. જે બાદ તેને ગાડીમાં બેસાડ્યો હતો. અને ગાડીમાં જ રોહિત સાથે મારઝુડ કરી તેનું ગળુ દબાવી તેનાં હાથ પગ બાંધી તેનાં મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંક્યો હતો.