પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાંથી ૪૦૦થી વધુ હિન્દુઓનું પલાયન

ભાજપ નેતાએ કહ્યું કે, જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે
(એજન્સી)કોલકાતા, વક્ફ બિલ કાયદા મુદ્દે પશ્ચિમ બંગાળમાં વિરોધ-પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળી બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. મુર્શિદાબાદમાં કથિત રીતે હિન્દુ સમાજના લોકોને ભગાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘જે વિસ્તારોમાં હિંસા થઈ છે, ત્યાંથી હિન્દુઓને ભાગવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.’
More than 400 Hindus from Dhulian, Murshidabad driven by fear of religiously driven bigots were forced to flee across the river & take shelter at Par Lalpur High School, Deonapur-Sovapur GP, Baisnabnagar, Malda.
સુવેન્દુ અધિકારીએ એક્સ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘૪૦૦થી વધુ હિન્દુઓને મુર્શિદાબાદમાંથી ભાગવા માટે, નદી પાર કરવા માટે અને શાળાઓમાં આશરો લેવા માટે મજબૂર થવલું પડ્યું છે.’ તેમણે કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેમણે કહ્યું કે, મુર્શિદાબાદના ધુનિલાયના ૪૦૦થી વધુ હિન્દુઓ ધાર્મિક કટ્ટરવાદીઓના ડરથી ભાગવું પડ્યું છે અને તેઓ નદી પાર કરીને માલદાના બૈષ્ણવનગરના દેવનાપુર-સોવાપુર જીપીની પાર લાલપુર શાળામાં આશરો લેવા માટે મજબૂર થયા છે.
શુભેન્દુએ મમતા બેનરજી સરકાર પર નિશાન સાધી કહ્યું કે, ‘પશ્ચિમ બંગાળમાં ધાર્મિક હેરાનગતી કરવી વાસ્તવિકતા બની છે. તેમણે પોસ્ટમાં વધુ લખ્યું છે કે, ‘ટીએમસીની તુષ્ટિકરણ નીતિઓ કટ્ટરવાદી તત્વોને પ્રોત્સાહિત કરી રહી છે. હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આપણા લોકો આપણી જ જમીન પર જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોવા મામલે રાજ્ય સરકારને શરમ આવવી જોઈએ.’
ભાજપ નેતાએ વધુમાં કહ્યું કે, પશ્ચિમ બંગાળ સળગી રહ્યું છે, સામાજિકતા તૂટી ગઈ છે. તેમણે મુર્શિદાબાદ જિલ્લામાં તહેનાત કેન્દ્રીય અર્ધસૈનિક દળ, રાજ્ય પોલીસ અને જિલ્લા વહિવટીતંત્રને આગ્રહ કર્યો છે કે, તેઓ હિન્દુઓને સુરક્ષિત પાછા લાવવાનો તેમજ તેમની સુરક્ષા કરવાનું સુનિશ્ચિત કરે. આ પહેલા કોલકાતા હાઈકોર્ટે મુર્શિદાબાદ જિલ્લામાં કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળ તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે કહ્યું કે, વક્ફ સંશોધન અધિનિયમ વિરુદ્ધ દેખાવો દરમિયાન સાંપ્રદાયિત હિંસા પર કાબુ મેળવવામાં પશ્ચિમ બંગાળ સરકારે કરેલા પ્રયાસો પુરતા નથી. બેંચે એમ પણ કહ્યું કે, જો પહેલા સીઆરપીએફ તહેનાત કરવામાં આવી હોત તો સ્થિતિ આટલી ગંભીર અને અસ્થિત ન હોત. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે, જો પહેલાથી કેન્દ્રીય સશસ્ત્ર દળ તહેનાત કરવામાં આવ્યા હોત તો સ્થિતિ આટલી ગંભીર ન થઈ હોત.
બંગાળ સરકારે સ્થિતિ પર કાબુ મેળવવાના પુરવા પ્રયાસો કર્યા નથી. બેંચે ગુનેગારો વિરુદ્ધ તાત્કાલીક કાર્યવાહી કરવાનો અને નિર્દોષ નાગરિકો પર થતા અત્યાચારો રોકવાની જરૂરીયાત પર ધ્યાન આપવાનો નિર્દેષ આપ્યો છે.