મૂસેવાલાને ઘરમાં શોધી રહ્યા છે તેના બે પાલતું શ્વાન
મુંબઈ, પરિવારના સૌથી યુવાન સભ્યનું મોતનુ દુઃખ કેટલું હોઈ શકે તે સિદ્ધૂ મૂસેવાલાના માતા-પિતા કરતાં વધારે સારી રીતે કોણ સમજી શકે. પંજાબી સિંગર મૂસેવાલાના લાખો ચાહકો હતા, જેઓ આજે તેની યાદમાં રડી રહ્યા છે. જે રીતે ર્નિદયતાથી તેની હત્યા કરવામાં આવી, તે દુઃખને તેનો પરિવાર આજીવન નહીં ભૂલી શકે.
Musewala’s two pet dogs are looking for him at home
યુવાન દીકરાને ગુમાવવાની પીડા આજીવન તેમને પરેશાન કરશે. આ એવું દુઃખ છે, જેમાંથી તેઓ કદાચ ક્યારેય નહીં બહાર આવી શકે. જે ઘરમાં સિદ્ધૂનું બાળપણ પસાર થયું, જ્યાં તે યુવાન થઈ રહ્યો હતો અને જે ઘરમાંથી બહાર નીકળીને તે એક મોટો સ્ટાર બન્યો, તે ઘરમાં માતમ છવાયેલો છે.
સિદ્ધૂની કેનેડાની યુવતી સાથે સગાઈ થઈ ગઈ હતી અને તેના માતા વહુ લાવવા માટે જાન્યુઆરી મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે, તેમની ઈચ્છા આજીવન અધૂરી રહી જશે, લગ્નના દિવસે જે હાથથી દીકરાને સુખ-કામનાના આશીર્વાદ આપવાના હતા, તે હાથ અંતિમ વિદાય માટે ઉઠશે. સિદ્ધૂ મૂસેવાલાના બે પાલતુ શ્વાન પણ છે, જેમાં તેનો જીવ વસતો હતો.
આ જ શ્વાન સાથે તે નવરાશની પળોમાં મસ્તી કરતો હતો અને સમય પસાર કરતો હતો. તેઓ પણ ગમગીન છે, તેમની આંખો જાણે મૂસેવાલાને શોધી રહી છે. મૂંગો જીવ કંઈ કહેવા માટે સક્ષમ તો નથી પરંતુ તેના હાવ-ભાવમાં દુઃખ સ્પષ્ટ દેખાય આવે છે.
શ્વાનોએ ખાવા-પીવાનું પણ છોડી દીધું છે. રવિવારે સિદ્ધૂ મૂસેવાલાની ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરીને મર્ડર કરાયું હતું. સોમવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. મોસ્ટમોર્ટમ પ્રમાણે, સિંગરના શરીરમાં બે ડઝની ગોળીઓ વાગી હતી. સૌથી વધારે ગોળી ડાબા ફેફસા અને લિવર પર વાગી હતી. કેટલીક ગોળી તેના શરીરની આરપાર નીકળી ગઈ હતી.
અમુક ગોળી કોણીમાં વાગતા, તે તૂટી ગઈ હતી. વધારે પડતું લોહી વહી જતાં તેનું મોત થયું હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો હતો. સિદ્ધૂ મૂસેવાલા તેના બે મિત્રો સાથે બીમાર માસીના ખબરઅંતર પૂછવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે ગામથી થોડે દૂર ઘટના બની હતી. મૂસેવાલાની સાથે તેના એક મિત્રનું પણ મોત થયું હતું જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.
મીડિયા સાથે વાતચીત કરતાં તે મિત્રએ જણાવ્યું હતું કે, બે ગાડીએ મૂસેવાલાની ગાડીને પીછો કર્યો હતો, એક ગાડી ઓવરટેક કરીન સામે ઉભી રહી ગઈ હતી અને ઓટોમેટિક ગનથી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. મૂસેવાલાએ તેના બચાવમાં પિસ્તોલથી ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારસુધીમાં તેની ગાડી ચારેતરફથી ઘેરાઈ ગઈ હતી.SS1MS