આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા મ્યુઝિકલ એક્સ્ટ્રાવેગેન્ઝા “ટાઈમ મશીન – નગમે નયે પુરાને”નું આયોજન કરાયું
અમદાવાદ, આર્ક ઈવેન્ટ્સ તથા પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ દ્વારા આયોજિત ભવ્ય મ્યુઝિકલ કાર્યક્રમ “ટાઈમ મશીન – નગમે નયે પુરાને” થકી 9મી જૂનની સાંજ અવિસ્મરણીય બની રહી. Musical extravaganza event “Time Machine- Nagme Naye Purane” leaves audiences spellbound
પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટ ખાતે યોજાયેલ આ પ્રસંગે ઇન્ટરનેશનલ વર્સેટાઈલ સિંગર તથા આર્ક ઈવેન્ટ્સના ફાઉન્ડર ડૉ. મિતાલી નાગના મધુર અવાજથી પ્રેક્ષકો મોહિત થઈ ગયા. પામ ગ્રીન્સ ક્લબ & રિસોર્ટના એમડી દક્ષેશ શાહ અને સીઈઓ પારસ દીક્ષિતની વિશેષ ઉપસ્થિતિ સાથે આ મ્યુઝિકલ ઈવેન્ટ યાદગાર બની રહી.
ઈન્ટરનેશનલ વર્સટાઈલ સિંગર ડૉ. મિતાલી નાગે પોતાના મધુર અવાજથી ઉપપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા. તેમની સાથે વર્સેટાઈલ સિંગર્સ અભિજીત રાવ તથા અક્ષય તમાયચે જેવાં અવ્વ્લ કક્ષાના ગાયકોના અવાજથી ઇવેન્ટમાં ચાર ચાંદ લાગી ગયા.
આ અદ્દભૂત ગાયકોએ દિલ ચીઝ ક્યાં હૈ, અભી ના જાઓ છોડકર, દિલ દીવાના જેવાં સોન્ગ્સથી વાતાવરણની લહેરોને લયબદ્ધ કરી દીધી. આ દરેક સિંગર્સની વર્સટાલિટી અને મેગ્નેટિક સ્ટેજ પ્રેઝેન્સથી શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.
ગાયકોની સાથે મિતેષ દેસાઈ અને તેમની ટીમના ઓર્કેસ્ટ્રા પરફોર્મન્સથી ઇવેન્ટ વધુ યાદગાર બની હતી. આ મ્યુઝિકલ નાઇટનું સુંદર સંચાલન એન્કર હિરેન રૂઘાણી એકર્યું હતું.
વર્તમાન યુગમાં ફક્ત એક ક્લિકથી કોઈપણ ગીત સુધી પહોંચી શકાય છે પરંતુ તેમ છતાં લાઇવ કોન્સર્ટ અને મ્યુઝિકલ પ્રોગ્રામ્સનું વર્ચસ્વ ઘટ્યું નથી. પસંદગીના ગાયકોને સાંભળવા માટે લોકો અવશ્યપણે જાય છે અને આપણા મેલોડી સોન્ગ્સને પસંદ કરતી ઓડિયન્સ પણ ઘટી નથી. લાઇવ મ્યુઝિક શ્રોતાઓને ભાવનાત્મક સફર તરફ દોરી જાય છે. એટલે જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, હાઇ ક્વોલિટી સ્પીકર તેમજ હેડફોન છતાં લાઈવ મ્યુઝિક લોકોને હજીપણ આકર્ષે છે.