મસ્કે ટ્રુડોની પોસ્ટના જવાબમાં કહ્યુંઃ ‘હવે તું કેનેડાનો ગવર્નર નથી’
બંને દેશોના શ્રમિક અને સમુદાયો એકબીજાના સૌથી મોટા વ્યાપારિક અને સુરક્ષા ભાગીદાર હોવાથી લાભકારી થાય છે
એલોન મસ્કે કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોને ‘ગર્લ’ કહી દીધા
વોશિંગ્ટન,કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની હાલત તાજેતરના દિવસોમાં એવી થઈ ગઈ છે કે જેને જે મનમાં આવે એવા શબ્દો તેમના માટે વાપરી રહ્યા છે. હવે અબજોપતિ એલોન મસ્કે જસ્ટિન ટ્રુડો માટે ખૂબ જ વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યાે છે. મસ્કે બુધવારે જસ્ટિન ટ્રુડોને ‘ગર્લ’ કહ્યા છે. ટ્›ડોએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાના વિચારને ફગાવી દીધો, તો મસ્કે ટ્રુડોને યાદ કરાવીને કહ્યું કે, ‘હવે તું કેનેડાની ગવર્નર નથી.’ ટ્›ડોએ ચાલુ સપ્તાહે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અને ટ્રુડોએ ‘એક્સ’ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘‘એવી કોઈ શક્યતા નથી કે કેનેડા અમેરિકાનું ક્ષેત્ર બની જશે.
ભલે ટ્રમ્પ વારંવાર ‘સજેશન’ આપી રહ્યા છે કે આવું થવું જોઈએ. બંને દેશોના શ્રમિક અને સમુદાયો એકબીજાના સૌથી મોટા વ્યાપારિક અને સુરક્ષા ભાગીદાર હોવાથી લાભકારી થાય છે.’’ મસ્કે આ પોસ્ટની પ્રતિક્રિયા આપીને કહ્યું કે, ‘‘ટ્રુડોના શબ્દોનું હવે કોઈ જ મહત્વ રહ્યું નથી.’’ આ સાથે મસ્કે ટ્રુડો પર વ્યંગ કરીને લખ્યું કે, ‘‘ગર્લ, હવે તું કેનેડાની ગવર્નર નથી, એટલા માટે તું જે પણ કહે, તેનાથી કોઈ ફર્ક પડતો નથી.’’ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર જાહેરમાં કહ્યું છે કે કેનેડાએ અમેરિકાનું ૫૧મું રાજ્ય બની જવું જોઈએ અને ટ્રમ્પે ટ્રુડોને કેનેડાના ગવર્નર પણ કહ્યા છે. ss1