મેટાની થ્રેડ્સ એક જ દિવસમાં લોકપ્રિય થતાં કાનુની કાર્યવાહીની મસ્કની ધમકી
મેટા સામે થ્રેડ્સ સંદર્ભે કાનુની કાર્યવાહીની મસ્કની ધમકી
વોશિંગ્ટન, મેટાએ ગઈકાલે ટિ્વટરને ટક્કર આપવા માટે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી અને આ એપ લોન્ચ થયાના સાત કલાકની અંદર જ દસ મિલિયનથી વધુ લોકોએ પ્લેટફોર્મ પર સાઈન અપ કર્યું હતું. હવે ૨૪ કલાકમાં જ ઈલોન મસ્કે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
છેલ્લા કેટલાય સમયથી ટિ્વટર પર ફેરફારો અને અવનવા નિયમોને કારણે યુઝર્સ કંટાળી ગયા હતા તેમજ ખુબ જ નારાજ થયા હતા તે વચ્ચે ગઈકાલે માર્ક ઝકરબર્ગ ટિ્વટરને ટક્કર આપવા માટે થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી જે સફળ રહી હતી.
થ્રેડ્સ એપ એક જ દિવસમાં લોકપ્રિય થઈ ગઈ હતી અને દેશ- વિદેશના સેલિબ્રિટી, રાજકારણીઓ તેમજ સામાન્ય નાગરિકોએ જાેડાઈ ગયા હતા. જાે કે ટેક્સ્ટ-આધારિત થ્રેડ્સ એપ્લિકેશન લોન્ચ થયાના ૨૪ કલાકની અંદર ઈલોન મસ્કે મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
સુત્રોમાંથી મળતા અહેવાલો અનુસાર ટિ્વટરના વકીલ એલેક્સ સ્પિરો દ્વારા ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને મોકલવામાં આવેલા પત્રને ટાંકીને જણાવ્યુ હતું કે ટિ્વટરે તેની નવી ટેક્સ્ટ-આધારિત એપ્લિકેશન થ્રેડ્સ એપને લઈને મેટા સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે.
અહેવાલ મુજબ ટિ્વટરના પ્રતિનિધિ કાઉન્સેલ એલેક્સ સ્પિરોએ મેટા પર કોપીકેટ એપ્લિકેશન બનાવવા માટે ટિ્વટરના ભૂતપૂર્વ કર્મચારીઓની ભરતી કરીને ટિ્વટરના ટ્રે઼ડ સિક્રેટ તેમજ અન્ય રીતે કેટલીક વસ્તુઓનો ગેરકાયદેસર ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.
આ એપ એવા સમયે લોન્ચ કરવામાં આવી કે જ્યારે ગયા વર્ષે ૪૪ બિલિયન ડોલરમાં હસ્તગત કરવામાં આવ્યા બાદ લોકો ઈલોન મસ્ક દ્વારા પ્લેટફોર્મ પર ઘણા અનિચ્છનીય ફેરફારોથી બચવા માટે ટિ્વટરની વૈકલ્પિક એપ્લિકેશન શોધી રહ્યા હતા.