વાપીની મહિલા મુસ્કાન ટીમે લાચાર પરિવારને દત્તક લઈ મદદ કરવાની ખાતરી આપી

(પ્રતિનિધિ) વાપી, અક્ષય તૃતીયના દિવસે શુભ અવસર પર, જ્યારે દેશભરના લોકો દાનમાં જોડાયા છે, ત્યારે વાપીની મહિલાઓના સંગઠનથી બનેલી મુસ્કાન એનજીઓ અને તેમની મુસ્કાન ટીમે અત્યાર સુધીમાંઘણા સામાજિક કાર્યો હાથ ધરી પૂર્ણ કર્યા છે.
૫૭૦ મજૂરો અને તેમના પરિવારોને શેરડીનો રસ આપવામાં આવ્યો, અને ફળો, બિસ્કિટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સહયોગ માનવ મંદિર ચાણોદમાં રહેતા તમામ અસહાય લોકોને કેરીનો રસ, ફળોનો નાસ્તો અને રિફાઈન્ડ તેલ, મસાલા, ચોખા વગેરે રાશન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, આ સંસ્થાએ એક ખુબ જ સરસ કામ કર્યું છે કે પારડી નજીકના એક ગામમાં અંકિતા નામની એક બાળકી ટીબીની દર્દી ખૂબ જ દયનીય સ્થિતિમાં છે. તેના કોઈ માતા-પિતા નથી અને એક વૃદ્ધ દાદી છે જે તેની સંભાળ રાખે છે અને અંકિતા આખો સમય ઓક્સિજન મશીન પર પોતાનું જીવન વિતાવી રહી છે.
મુસ્કાન ટીમે તે લાચાર પરિવારને દત્તક લીધો અને તેમને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી. અને તેમને આખા મહિના માટે રાશન સામગ્રી આપવામાં આવી હતી.