મસ્કની સ્પેસએક્સે સુપર હેવી બુસ્ટરને પકડવાની સિદ્ધિ મેળવી
નવી દિલ્હી, અબજોપતિ ઇલોન મસ્કની સ્પેસએક્સે રવિવારે પોતાની સ્ટારશીપની પાંચમી ટેસ્ટ ઉડાણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને ‘ચોપસ્ટિક આર્મ્સ’ની સાથે સુપર હેવી બુસ્ટરને હવામાં પકડવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
૪૦૦ ફૂટ ઊંચે સ્ટારશીપ રોકેટે વિશ્વનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રોકેટ હેવી બુસ્ટરની સાથે દક્ષિણ ટેક્સાસના બોકા ચિકા બીચની પાસે પોતાના સ્ટારબેઝ લોન્ચિંગ પેડથી ભારતીય સમય પ્રમાણે સાંજે ૫-૩૦ કલાકની આસપાસ ઉડાણ ભરી હતી.
સ્પેસએક્સે સુપર હેવી બુસ્ટર સફળતાપૂર્વક પોતાની લોન્ચ સાઇટ પર પરત આવ્યા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇલોન મસ્કે એક પોસ્ટ કરીને કહ્યું કે, ‘મેકાઝિલાએ સુપર હેવી પુસ્ટરને પકડી લીધું છે.’ આ સાથે સ્પેસએક્સના ફાઉન્ડર ઇલોન મસ્કે ઉમેર્યું કે, ‘ટાવરે રોકેટને પકડી લીધું છે.’
જૂનમાં પોતાની છેલ્લી ઉડાણ દરમિયાન, સ્પેસએકસને સ્ટારશીપના ઉપલા ચરણની સાથે હિંદ મહાસાગરમાં પોતાની પ્રથમ સફળ સ્પલૈશડાઉન હાંસલ કરી હતી. કંપનીએ લોન્ચ પહેલા કહ્યું હતું કે, ‘‘આ નવી ઉપલબ્ધિ કંપનીની ઝડપથી નવીનીકરણની શોધમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.’’
આ સાથે કંપનીએ ઉલ્લેખ કર્યાે કે તેમના એન્જિનિયરોએ બુસ્ટર કેચના પ્રયાસ માટે તૈયારીમાં કેટલાય વર્ષાે અને પરીક્ષણ માટે કેટલાક મહિનાઓ પસાર કર્યા હતા.
આ ઉપરાંત, સ્પેસએક્સે ઉલ્લેખ કર્યાે કે તેમના સ્ટારશીપ એક કલાકના તટ ચરણમાં છે, જ્યાં આ ઓસ્ટ્રેલિયાના પશ્ચિમમાં હિન્દ મહાસાગરમાં ફરીથી પ્રવેશ કરશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, આ જાહેર સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરશે, પરંતુ તેમ છતાં નિયંત્રિત પુનઃપ્રવેશ અને નરમ પાણીમાં લેન્ડિંગ કરશે.આ દરમિયાન હરિફ કંપની બ્લૂ ઓરિજિને સ્પેસએક્સને અભિનંદન પાઠવ્યા છે.
જેફ બેજોસના માલિકીવાળી કંપની બ્લૂ ઓરિજિન ટેકનિલ ઈશ્યુના કારણે પોતાના પ્રથમ લોન્ચ પ્રયાસની નિષ્ફળતાના લગભગ એક સપ્તાહ પછી, પોતાના દ્વિતીય માનવ-રેટેડ અંતરિક્ષ યાનને ફરીથી લોન્ચ કરવાનો પ્રયાસ કરશે. દ્વિતીય માનવ-રેટેડ ન્યુ શેપર્ડ યાનમાં બુસ્ટર-૫ના રુપમાં ઓળખાતા પ્રથમ ચરણ અને એરએસએસ કર્મ લાઈન નામની એક ક્રૂ કેપ્સુલ સામેલ છે.
કર્મન લાઈન અંતરિક્ષની આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત સીમા છે.ચાલક દળની વિનાના, એનએસ-૨૭ મિશન ૧૨ રિસર્ચ પેલોડ મોકલશે. એમાં પાંચ બૂસ્ટર પર અને સાત કેપ્સુલ અંદર હશે. બ્લૂ ઓરિજનના કહેવા મુજબ, એમાં ન્યુ શેપર્ડ અને બ્લુ ઓરિજિનના વિશાળ ન્યુ ગ્લેન રોકેટ માટે વિકસિત નવી નેવિગેશન સિસ્ટમ, સાથે જ બે લાઇટ ડિટેક્શન અને રેન્જિંગ સેન્સર સામેલ હશે, જેમને ચંદ્રના વાતાવરણમાં સંચાલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.SS1MS