મુસ્લિમ દેશોમાં સૌથી વધુ મૃત્યુદંડ અપાય છેઃ અહેવાલ

નવી દિલ્હી, પાછલું વર્ષ સમગ્ર વિશ્વમાં મૃત્યુ દંડ માટે સૌથી ક્‰ર વર્ષ રહ્યું છે. છેલ્લા દાયકામાં ૨૦૨૪માં સૌથી વધુ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૪માં કુલ ૧,૫૧૮ લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
આ આંકડો ૨૦૧૫ પછીનો સૌથી વધુ છે. ૨૦૨૩ની સરખામણીમાં આ સંખ્યામાં ૩૨%નો વધારો થયો છે.ઈરાન, ઈરાક અને સાઉદી અરેબિયામાં સૌથી વધુ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ઈરાનમાં જ કુલ ૯૭૨ લોકોને ફાંસી આપવામાં આવી હતી, જે વિશ્વભરમાં આપવામાં આવેલી મૃત્યુદંડની સજાના ૬૪% છે. સાઉદી અરેબિયામાં, મૃત્યુદંડની સજામાં સર ધડથી અલગ કરવામાં આવે છે.
અહીં ગયા વર્ષે મૃત્યુદંડની સંખ્યા બમણી થઈને ૩૪૫ જ્યારે ઇરાકમાં ચાર ગણી વધીને ૬૩ થઈ ગઈ છે. એમ્નેસ્ટીના અહેવાલ મુજબ ચીન, ઉત્તર કોરિયા અને વિયેતનામ જેવા દેશોમાં પણ હજારોની સંખ્યામાં મૃત્યુદંડની સજા આપવામાં આવે છે પરંતુ આનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી.
રિપોર્ટ અનુસાર મૃત્યુદંડ લાદતા દેશોની સંખ્યા સતત ઘટી રહી છે અને ૨૦૨૪માં તે ઘટીને ફક્ત ૧૫ દેશો થવાની ધારણા છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે.
એમ્નેસ્ટીના સેક્રેટરી જનરલ એગ્નેસ કેલામાર્ડે જણાવ્યું હતું કે, મૃત્યુદંડ એક અમાનવીય અને ઘૃણાસ્પદ સજા છે જેનું આજની દુનિયામાં કોઈ સ્થાન નથી. કેટલાક દેશો વિરોધીઓ અને લઘુમતીઓને દબાવવા માટે મૃત્યુદંડનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. અમેરિકામાં પણ મૃત્યુદંડ આપવામાં આવે છે, અહીં ૨૦૨૪માં ૨૫ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.SS1MS