બાર કાઉન્સિલમાં પદ ગુમાવ્યા પછી મુસ્લિમ સભ્ય વક્ફ બોર્ડ માટે અયોગ્યઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય બાર કાઉન્સિલના મુસ્લિમ સભ્યને રાજ્યના વકફ બોર્ડનો સભ્ય બનાવવામાં આવ્યા હોય અને બાર કાઉન્સિલમાં તેઓ સભ્યપદ ગુમાવે છે તો વકફ બોર્ડમાં પણ તેઓ તેમનું સભ્યપદ ગુમાવે છે.
બાર કાઉન્સિલનું સભ્યપદ ગુમાવ્યા પછી મુસ્લિમ સભ્ય વકફ બોર્ડના સભ્ય તરીકે રહી શકે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. મણિપુર હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના ચુકાદાને રદ કરતા સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે વકફ બોર્ડના સભ્ય બનવા માટે બે શરતો છે.
પ્રથમ એ કે ઉમેદવાર મુસ્લિમ સમુદાયમાંથી હોવો જોઈએ. બીજી શરત એ કે સંસદ, રાજ્ય વિધાનસભા અથવા બાર કાઉન્સિલના સભ્ય તરીકે સક્રિય પદ ધરાવતો હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હવે આ શરતો પૂરી કરતો નથી, તો તે બોર્ડનું પદ જાળવી શકે નહીં.
આ કેસ મોહમ્મદ ફિરોઝ અહમદ ખાલિદ નામના વ્યક્તિની અપીલ સંબંધિત હતો, જેમને મણિપુર બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી ફેબ્›આરી ૨૦૨૩માં મણિપુર વક્ફ બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત કરાયાં હતાં.
હાઇકોર્ટના સિંગલ જજે ખાલિદની નિમણૂકને કાયદેસર ઠેરવી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે ચુકાદાને રદ કરતાં જણાવ્યું હતું કે બાર કાઉન્સિલના સભ્યે બાર કાઉન્સિલના સભ્ય તરીકે સેવા છોડ્યા પછી વક્ફ બોર્ડમાં તેમનું પદ ખાલી કરવું પડે તેવી કાયદા કોઇ સ્પષ્ટતા નથી.
જોકે સુપ્રીમ કોર્ટે ડિવિઝન બેન્ચના ચુકાદાને રદ કરતાં જણાવ્યું હતું કે જો બાર કાઉન્સિલમાં કોઇ મુસ્લિમ સભ્ય ન હોય તો વકફ બોર્ડના સભ્યપદ માટે બાર કાઉન્સિલના ભૂતપૂર્વ સભ્યની વિચારણા કરી શકાય છે.SS1MS