Western Times News

Gujarati News

મુથૂટ ફાઇનાન્સે બાહ્ય વાણિજ્યિક ઋણ દ્વારા 400 મિલિયન અમેરિકન ડોલર ઉભા કર્યા

 કોચીતા.25 ઑક્ટોબર, 2024ભારતની સૌથી મોટી ગોલ્ડ-લોન-કંપની મુથૂટ ફાઇનાન્સ દ્વારા બે બિલિયન અમેરિકન ડોલરના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ સીનિયર સિક્યોર્ડ નોટ્સ (Notes) જારી કરીને, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ્સ (ECB) માર્ગદર્શિકાને અનુસરીને 400 મિલિયન અમેરિકન ડોલર (અંદાજે રૂ.3350 કરોડ) એકત્ર કરવામાં આવ્યા છે. Muthoot Finance raises USD 400 Million through External Commercial Borrowings, Strengthening Global Investor Partnerships.

નોટ્સ માટે કૂપન 6.375 ટકા પી.એ. ઉપર ઉપર સેટ કરવામાં આવી છે અને 4.5 વર્ષની ડોર-ટુ-ડોર મેચ્યોરિટી તથઆ 4 વર્ષની સરેરાશ અવધિ સાથે જારી કરવામાં આવે છે.

ઓર્ડર બુક 3.9xના ઓવર-સબ્સ્ક્રિપ્શન તથા વિશ્વભરના 125થી વધારે રોકાણકારોની અંતિમ ભાગીદારી સાથે 1.3 બિલિયન અમેરિકન ડોલરની ટોચે પહોંચી હતી. આ બોન્ડને આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી એસ-એન્ડ-પી તથા ફિચ દ્વારા બીબી/સ્ટેબલ રેટિંગ આપવામાં આવ્યું હતું. આ ઇસ્યુ યુએસ સિક્યોરિટીઝ ઍક્ટ-1933ના નિયમ 144-એ-ના અનુપાલનમાં થયેલ છે.

એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ફોરવર્ડ લેન્ડિંગ તથા ભારતીય રિઝર્વ બેન્કની બાહ્ય વાણિજ્યિક બોરોઇંગ માર્ગદર્શિકા હેઠળ મંજૂર કરાયેલી અન્ય પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે

નોટ્સને એનએસઈ આઈએક્સ, ગિફ્ટ સિટીગુજરાતમાં સૂચીબદ્ધ કરાયેલ છે. ડોઈશ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈસ્યુ કરવા માટે અરેન્જર તથા ડીલર્સ તરીકે રહ્યા હતા.

અગાઉ મુથૂટ ફાઇનાન્સે વર્ષ 2019માં 450 મિલિયન અમેરિકન ડોલર અને 2020માં 550 મિલિયન અમેરિકન ડોલર એકત્ર કર્યા હતા, જે અનુક્રમે 202 અને 2023માં સંબંધિત નિયત તારીખો પર ચૂકવવામાં આવ્યા હતા. વર્તમાન નાણાંકીય વર્ષમાં કંપનીએ 7.125 ટકાની કૂપન ઉપર 3.75 વર્ષના સમયગાળા માટે સમાન રૂટ હેઠળ પહેલેથી જ 750 મિલિયન અમેરિકન ડોલર એકત્ર કર્યા છે.

ફંડ-રેઇઝિંગ વિશે બોલતાં મુથૂટ ફાઇનાન્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જ્યૉર્જ એલેક્ઝાન્ડર મુથૂટે જણાવ્યું હતું કે, બે બિલિયન અમેરિકન ડોલર ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ-પ્રોગ્રામના ભાગરૂપે400 મિલિયન અમેરિકન ડોલરનું આ ભંડોળ ઊભું કરવાથી વૈશ્વિક રોકાણકારો સાથેની અમારી ભાગીદારીને વધારે મજબૂત કરી શકાશે. અમે અમારી સ્થિતિસ્થાપક કામગીરીઅમારા ગ્રાહકો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતમાં ગોલ્ડ-લોન બિઝનેસના સફળ ટ્રેક-રેકોર્ડને કારણે વૈશ્વિક રોકાણકારોનો સારો પ્રતિસાદ જોયો.

આનાથી અમને નોટ્સ પરના કૂપન-રેટને 6.375 ટકા સુધી ઘટાડવામાં પણ મદદ મળી છેજે અગાઉના ઇસ્યુની સરખામણીમાં 7.125 ટકાના કૂપન-દરે 6.375 ટકા છે. તેમ છતાં સમયગાળો અગાઉના ઈસ્યુના 3.75 વર્ષની સરખામણે વધીને 4.5 વર્ષ થયો છે. આ ઈસ્યુ કંપનીને વધારે લોન-વિતરણ પ્રાપ્ત કરવામાં તેમજ તેના જ બોરોઇંગ-સ્રોતોને વધારે વૈવિધ્યીકરણ કરવામાં અને રોકાણકારોના આધારને વિસ્તૃત કરવામાં મદદરૂપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.