મુથૂટ ફિનકોર્પે શાહરૂખ ખાન સાથે બુક માય ગોલ્ડ લોન કેમ્પેન લોંચ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/Muthoot-SRK-1024x817.jpg)
નવા બ્રાંડ અમ્બેસેડર સાથે પ્રથમ કેમ્પેનનો હેતુ કેવી રીતે આ નવી પહેલ ગ્રાહકો માટે ગોલ્ડ લોનને વધુ સુલભ અને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે તેનો પ્રસાર કરવાનો છે.
137 વર્ષ જૂના મુથૂટ પપ્પાચન ગ્રુપ (મુથૂટ બ્લૂ)ની ફ્લેગશીપ કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (એમએફએલ) શાહરૂખ ખાનને દર્શાવતું તેનું ‘બુક માય ગોલ્ડ લોન’ કેમ્પેન લોંચ કર્યું છે. આ વિશિષ્ટ કેમ્પેને તેની ભારતમાં પ્રથમ સર્વિસ રજૂ કરી, જે અંતર્ગત કોઇપણ સમયે, કોઇપણ સ્થળે તથા તાત્કાલિક ગોલ્ડ લોન બુક થઇ શકે છે.
આ નવા લોંચ થયેલ ફીચર દ્વારા ગ્રાહકો માત્ર સરળ મીસ કોલ દ્વારા બેજોડ કસ્ટમર સર્વિસ તથા અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ લોન મેળવી શકે છે. Muthoot FinCorp Launches Book My Gold Loan Campaign with SRK
આ વિશિષ્ટ સેવા ગ્રાહકો માટે ગોલ્ડ લોનને વધારે સુલભ તથા અનુકુળ બનાવે છે અને તે દેશભરમાં 3700 કરતા વધારે શાખાઓ તથા 50 કરતા વધારે શહેરોમાં ગોલ્ડ લોન ફ્રોમ હોમ ધરાવતા મુથૂટ ફિનકોર્પની મજબૂત હાજરી દ્વારા સંચાલિત છે.
મુથૂટ ફિનકોર્પ લિમિટેડનાં સીઇઓ શાજી વર્ગીસે કહ્યું કે, “અમારા કેમ્પેન દ્વારા અમારો હેતુ દરેક ભારતીય માટે નાણાંકીય સુલભતામાં પરિવર્તન લાવવાનો છે. શાહરૂખ ખાન સાથે ભાગીદારી કરીને, ‘બુક માય ગોલ્ડ લોન’ કેમ્પેન એ અમારા માટે એક મોટી છલાંગ છે. ‘બુક માય ગોલ્ડ લોન’ સર્વિસ સાથે અમારો હેતુ અમારી કોઇપણ શાખાથી તેમનાં ઘર સુધી ગોલ્ડ લોનની સુવિધા પ્રદાન કરીને અમારા ગ્રાહકો માટે જીવન સરળ બનાવવાનો છે.”
મુથૂટ ફિનકોર્પની ‘બુક માય ગોલ્ડ લોન’ કેમ્પેનની કલ્પના અને રચના હવાસ વર્લ્ડવાઇડ ઇન્ડિયા (ક્રિએટીવ) દ્વારા કરવામાં આવી છે તથા શાહરૂખ ખાનને દર્શાવતા અદભૂત ટેલિવિઝન કોમર્શિયલ મારફતે તેને અક્ઝિક્યુટ હવાસ મિડીયા ઇન્ડિયા (મિડીયા)એ કર્યું છે. આ ટીવીસી દર્શકો સમક્ષ બિઝનેસ શરૂ કરતા, વિદેશમાં ભણવા જતા તથા નવી કાર ખરીદતા શ્રેણીબદ્ધ મહત્વાકાંક્ષીઓને રજૂ કરે છે. જેમ જેમ ટીવીસી આગળ વધે છે,
તેમ શાહરૂખ ખાન સરળ ઉકેલનો સંકેત આપતા ‘કોલ મી’ એવો ઇશારો કરે છે. અંતમાં શાહરૂખ ખાન ‘કોલ મી’ ઇશારા પાછળનો જવાબ આપે છે – મુથૂટ ફિનકોર્પની ‘બુક માય ગોલ્ડ લોન’ સર્વિસ. ભારતની આ પ્રથમ સર્વિસ સ્વપ્નો સાકાર કરવા માટે ગોલ્ડ લોન મેળવવાને 80869 80869 પર મિસ કોલ કરવા જેટલું સરળ બનાવે છે. આ ઉપરાંત, મુથૂટ ફિનકોર્પે શાહરૂખ ખાન સાથે નવી પહેલને પ્રમોટ કરતો એક મ્યુઝિકલ વીડિયો પણ રજૂ કર્યો છે.
હવાસ વર્લ્ડવાઇડ ઇન્ડિયાનાં જોઇન્ટ એમડી તથા ચીફ ક્રિએટીવ ઓફિસર અનુપમા રામાસ્વમીએ કહ્યું કે, “અમારી વિશિષ્ટ રજૂઆત બુક યોર ગોલ્ડ લોન વિથ અ મિસ્ડ કોલમાં અમે સિગ્નેચર જેસ્ચર સાથે આવ્યા છીએ તથા શાહરૂખ ખાન સૌને આ અંગે જણાવે છે અને હંમેશાની જેમ તેમણે એક યુનિક ટ્વિસ્ટ આપ્યો છે.”
હવાસ મિડીયા નેટવર્કનાં સીઇઓ મોહિત જોશીએ કહ્યું કે, “અમે મુથૂટ ફિનકોર્પ તથા તેના નવા બ્રાંડ એમ્બેસેડર શાહરૂખ ખાન સાથે આ કેમ્પેનનો ભાગ બનવા બદ્દલ ઉત્સાહિત છીએ. લોકો માટે નાણાકીય સુલભતા સરળ બનાવવા માટે મુથૂટ ફિનકોર્પની સતત નવીનતા પ્રશંસનીય છે અને અમને ખાતરી છે કે બહુભાષી કેમ્પેન અર્થપૂર્ણ રીતે સમગ્ર દેશમાં મોટા પ્રેક્ષકો સાથે જોડાશે.”
આ કેમ્પેન હિન્દી, તામિલ, મલયાલમ, તેલૂગુ, કન્નાડા, મરાઠી અને ગુજરાતીમાં પ્રદર્શિત થશે. તે વ્યાપક પહોંચ અને સમગ્ર ભારતમાં અસરને સુનિશ્ચિત કરવા માટે ઓઓએચ, ડિજીટલ પેલ્ટફોર્મ્સ, ટેલિવિઝન, પ્રિન્ટ તથા ઓન ગ્રાઉન્ડ એક્ટીવેશનને આવરી લેશે.
મુથૂટ ફિનકોર્પે તાજેતરમાં નાણાકીય વર્ષ 2024માં રૂ. 61,703.26 કરોડ સાથે રેકોર્ડ-બ્રેકિંગ એકીકૃત લોન વિતરણ હાંસલ કર્યું છે. ‘બુક માય ગોલ્ડ લોન’નાં લોંચ સાથે, કંપની ધિરાણનાં લેન્ડસ્કેપને સરળ બનાવવા તરફ નોંધપાત્ર છલાંગ લગાવવા માટે તૈયાર છે. આ કેમ્પેન વધારે સુલભ તથા અનુકુળ લોનનાં અનુભવ માટેનો માર્ગ મોકળો કરતા તમામ વિસ્તારનાં ગ્રાહકો સાથે ઉંડાણપૂર્વક જોડાવાનું વચન આપે છે.
ટીવીસી જોવા માટે આ લિંક પર ક્લિક કરો : https://youtu.be/7AVoR2oyK-w