મુથૂટ ફાઇનાન્સે ગોલ્ડ લોનના ગ્રાહકોને પૂરક કોવિડ-19 વીમાકવચ પ્રદાન કરવા કોટક જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાણ કર્યું
કોચી, ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન એનબીએફસી મુથૂટ ફાઇનાન્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે, કંપનીએ તેમના ગોલ્ડ લોન ગ્રાહકો માટે પૂરક કોવિડ-19 કવચ પ્રદાન કરવા કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ) સાથે જોડાણ કર્યું છે.
આ અનિશ્ચિત સમયગાળા દરમિયાન મુથૂટ ફાઇનાન્સે એના ગ્રાહકોને બમણો લાભ આપ્યો છે – કંપની ગોલ્ડ લોન માટે ગ્રામદીઠ ઊંચો ધિરાણદર ઓફર કરે છે અને એની સાથે એના એમએસએલ સ્કીમ ગોલ્ડ લોનના ગ્રાહકો માટે રૂ. 1,00,000/- સુધીનું પૂરક કોવિડ-19 કવચ આપે છે. મુથૂટ ફાઇનાન્સ આયુષ ગોલ્ડ લોન મુથૂટ ગ્રૂપની વિશિષ્ટ પહેલ છે, જેના દ્વારા કંપની લાયકાત ધરાવતા એના ગોલ્ડ લોન ગ્રાહકોને પૂરક કોવિડ-19 વીમાકવચ પ્રદાન કરશે. જોકે પૂરક કોવિડ-19 કવચ એમએસએલ સ્કીમ અંતર્ગત મુથૂટ ફાઇનાન્સ પાસેથી ગોલ્ડ લોનનો લાભ મેળવતા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ થશે.
મુથૂટ ફાઇનાન્સના મેનેજિંગ ડાયરેક્ટર જ્યોર્જ એલેક્ઝાન્ડર મુથૂટે કહ્યું હતું કે, “મુથૂટ ફાઇનાન્સ એક કંપની તરીકે લોકોને મદદ કરવાની અને સમાજને પરત કરવાની ફિલોસોફીમાં માને છે. અમારા હાલના કસ્મટર લૉયલ્ટી પ્રોગ્રામ અને સામાજિક કટિબદ્ધતાના ભાગરૂપે અમે કોઈ પણ પ્રકારના ડર વિના આગળ વધવા અને આત્મવિશ્વાસ ઊભો કરવાના ઉદ્દેશ સાથે ગ્રાહકોને વીમાકવચ પ્રદાન કરી રહ્યાં છીએ.”
કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મલ્ટિ-ચેનલ અને ડિસ્ટ્રિબ્યુશનના ઇવીપી અને હેડ જગજીત સિંઘ સિદ્ધુએ કહ્યું હતું કે, “અમને હાલના સમયમાં અતિ પ્રસ્તુત વીમા પ્રોડક્ટ ઓફર કરવા મુથૂટ ગ્રૂપ જેવી વિશ્વસનિય બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ કરવાની ખુશી છે.”