Western Times News

Gujarati News

સરકારી કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય મંત્રી મંચ પર જ ઝઘડી પડ્યા

(એજન્સી)લખનૌ, ઉત્તર પ્રેદશમાં એક સરકારી કાર્યક્રમમાં કેન્દ્રીય અને રાજ્ય મંત્રી મંચ પર જ ઝઘડી પડ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરીનું સંબોધન ચાલી રહ્યું હતું, તે સમયે જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.

Muzaffarnagar | Jayant Chaudhary Minister Kapil Dev agarwal & Anil Kumar

બંને મંત્રીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીની જાણ ત્યારે થઈ ત્યારે મંચ સંચાલકે માઈકમાં જ માફી માગતા કહ્યું કે, સંબોધનના ક્રમમાં મંત્રીઓના નામ બોલવામાં ભૂલ થઈ ગઈ છે, જેથી તેઓ ક્ષમા માગે છે. ઘટના અંગે વાત કરીએ તો બધાઈકલાં ખાતે આઈટીઆઈના ઉદ્ધાટન સમારોહમાં આ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી જયંત ચૌધરી કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. સ્ટેજની પાછળ બેકડ્રોપ પર કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીની સાથે કેબિનેટ મંત્રી અનિલ કુમાર અને રાજ્ય મંત્રીની તસવીર પણ લગાવવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.