MX પ્લેયરે બોબી દેઉલ અભિનિત આશ્રમનું ટ્રેઈલર રજૂ કર્યું
પ્રકાશ ઝા નિર્મિત અને દિગ્દર્શિત- બોબી દેઉલ અભિનિત આ સિરીઝ લાખ્ખો લોકો દ્વારા સ્વયંઘોષિત ધર્મગુરુઓમાં અંધશ્રદ્ધા ઉજાગર કરે છે
મુંબઈ, ક્વીન અને ટાઈમ્સ ઓફ મ્યુઝિક જેવી પ્રીમિયમ કન્ટેન્ટ ભારતીય દર્શકો માટે લાવનારું મંચ એમએક્સ પ્લેયરે નામાંકિત ફિલ્મકાર પ્રકાશ ઝા સાથે હાથ મેળવ્યા છે, જેઓ એમએક્સ ઓરિજિનલ સિરીઝ આશ્રમ લઈને આવી રહ્યા છે, જે 28મી ઓગસ્ટ, 2020થી રિલીઝ થશે. ટીઝર પોસ્ટર અને અસાધારણ અસ્વીકાર સાથે ચર્ચામાં આવેલો આ ઉપહાસાત્મક ડ્રામા સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક પ્રકાશ ઝાએ વેબ સિરીઝની દુનિયામાં પ્રવેશ કર્યો છે. તેમાં મુખ્ય ભૂમિકામાં કાશીપુરવાલે બાબા નિરાલા તરીકે બોબી દેઉલ છે.
ટ્રેઈલર આજે રજૂ કરાયું હતું અને તે નિર્દેશ અને સીધાસાદા અનુયાયીઓનું શોષણ કરવા માટે અમુક સ્વયંઘોષિત ધર્મગુરુઓ દ્વારા સચ્ચાઈને કઈ રીતે મારીમચડીને રજૂ કરવામાં આવે છે તેની સામે પ્રશ્ન ઉઠાવે છે. આ ફિકશનલ વાર્તા કાશીપુરવાલે બાબા નિરાલા અને તેના આશ્રમ માટે અમીટ વફાદારીની છે, જે શું આ ખરેખર શ્રદ્ધાનું સ્થાન છે એવો પ્રશ્ન ઉપસ્થિત કરે છે.
પ્રકાશ ઝા દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ સંવેદનશીલ 9 ભાગની સિરીઝમાં આદિતિ પોહનકર, ચંદન રોય સન્યાનલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોયંકા, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, તુષાર પાંડે, સચિન શ્રોફ, અનુરિત્તા કે ઝા અને રાજીવ સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેઈલર હમણાં જ જુઓ- ⇓