માય ભારત, નડીયાદ દ્વારા સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી માય ભારત ની કાર્યાલય દ્વારાઆજ રોજ મહાત્મા ગાંધીજી જન્મ જયંતી ના ભાગ રૂપે શ્રી સી.એમ પટેલ હાઈસ્કુલ-ડભાણ ખાતે આજ રોજ શિક્ષણ વિભાગ ના સહયોગ થી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં માય ભારત, નડિયાદ ની કચેરી ના સેવા । કર્મી મિત્રો તેમજ ડભાણ હાઈસ્કૂલ ના ૧૦૦ ની સંખ્યામાં યુવાન/યુવતીઓ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
દેશ ના યશસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવા એક જન ભાગીદારી થી આ જન આંદોલન છેવાડા ના માણસ સુધી પહોંચે અને સાચા અર્થ માં તેમનું સપનું સાકાર બને તે માટે બનતા પ્રયાસ કરવા યુવાનો ને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન દ્વારા શરુ કરવામાં આવ્યું. છે.
સાથે આજ રોજ માય ભારત, નડીયાદ ના સેવા કર્મી મિત્રો દ્વારા ડભાણ હાઈસ્કૂલ ની આજુબાજુ સાચ્છતા અભિયાન દ્વારા વેસ્ટ કચરા ને એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
અને સ્વચ્છતા ની સપથ, સ્વચ્છતા રેલી તેમજ ગાંધીજી ના જીવન ચારિત્ર્ય પર નિબંધ/ ચિત્ર સ્પર્ધા જેવા કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું.હતું. સેવા કર્મીઓ દ્વારા ૫૦ કિલોગ્રામ જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. મહેમાનો માં રાવલ સાહેબ,આચાર્ય , ડભાણ હાઈસ્કુલ, ચૌધરી સાહેબ, સામાજિક કાર્યકર સંજય પટેલ,કાર્યક્રમ કન્વીનર, માય ભારત, નડિયાદ, પંકજ સોઢા,પાર્થ સોલંકી,યુવા કાર્યકર હાજર તથા ડભાણ હાઈસ્કૂલ નો સમગ્ર સ્ટાફ હાજર રહી યુવાનો ને પ્રોત્સાહિત કર્યા.