Western Times News

Gujarati News

વડનગર ખાતે તા. 24 ડિસેમ્બરના રોજ ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે

શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે કાર્યક્રમ

Ahmedabad,  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત તાનારીરી ગ્રાઉન્ડ ખાતે તા. 24/12/2024ના રોજ સવારે 10.00 કલાકે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ યોજાશે.

આ કાર્યક્રમ શ્રમ અને રોજગાર, ખેલ અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં યુવા બાબતો અને ખેલ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી રક્ષા ખડસે, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદશ્રી મયંકભાઈ નાયક, મહેસાણા લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ, પાટણ લોકસભાના સાંસદશ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે શ્રી કિરીટ કુમાર પટેલ, શ્રી કરસનભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી સરદારભાઈ ચૌધરી અને શ્રી સી. જે. ચાવડા ઉપસ્થિત રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.