Western Times News

Gujarati News

ફિલ્મમાં મારું પાત્ર પણ એક પ્રાણી જેવું છે: રણબીર કપૂર

એનિમલ માટે રણબીરને રશ્મિકા કરતાં ૩૫ ગણા રૂપિયા મળ્યા

મુંબઈ, બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ૨૦૨૩ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. કબીર સિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ડાયરેક્શનલ ‘એનિમલ’ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. હાલમાં રણબીર કપૂરે જણાવ્યું કે આ ફિલ્મનું નામ ‘એનિમલ’ કેમ રાખવામાં આવ્યું છે. તે ખુલાસો કર્યો છે.

તાજેતરમાં જ ‘એનિમલ’ની ટીમે ચેન્નાઈમાં એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ઈવેન્ટ દરમિયાન ઘણા સવાલો વચ્ચે રણબીરને ફિલ્મનું નામ ‘એનિમલ’ રાખવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું. તો એક્ટરે કહ્યું કે આ ફિલ્મનું નામ ‘એનિમલ’ રાખવામાં આવ્યું છે કારણ કે પ્રાણી તેની પ્રવૃત્તિની બહાર વ્યવહાર કરે છે. તેઓ સમજી-વિચારીને વર્તન કરતા નથી.

રણબીર વધુમાં કહે છે કે આ ફિલ્મમાં તેનું પાત્ર પણ એક પ્રાણી જેવું છે જે પોતાના પરિવારને બચાવવા માટે સહજતાથી વ્યવહાર કરે છે. તે વિચારતો નથી કે તે વૃત્તિથી વર્તે છે, તે આવેગજન્ય છે. આ કારણથી ફિલ્મનું નામ ‘એનિમલ’ રાખવામાં આવ્યું હતું.

રણબીરે એમ પણ કહ્યું કે એકવાર તમે આ ફિલ્મ જાશો તો તમને ખ્યાલ આવશે કે આ ફિલ્મ નામ સાથે ફિટ છે. એનિમલ’માં રણબીર કપૂર સિવાય બોબી દેઓલ, રÂશ્મકા મંદાના, અનિલ કપૂર, શÂક્ત કપૂર, સુરેશ ઓબેરોય, પ્રેમ ચોપરા અને તૃÂપ્ત ડિમરી પણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું છે, જેઓ ‘કબીર સિંહ’ અને ‘અર્જુન રેડ્ડી’ના નિર્દેશન માટે જાણીતા છે. ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, મુરાદ ખેતાનીની સિને૧ સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાની ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ ‘એનિમલ’ ૧ ડિસેમ્બરે રિલીઝ થશે.

આ દરમિયાન એવા સમાચાર છે કે રણબીર કપૂરે આ ફિલ્મ માટે સૌથી વધુ ફી લીધી છે, પરંતુ બાકીની સ્ટાર કાસ્ટ આ બાબતમાં અભિનેતા કરતા ઘણી પાછળ છે. રિપોર્ટ્‌સનું માનીએ તો રણબીરે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી ૭૦ કરોડ રૂપિયાની ફી વસૂલ કરી છે. ફિલ્મમાં રણબીર એક એવા પાત્રમાં જાવા મળે છે જે પોતાના પિતા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જે મરવા અને મારવાથી ડરતા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.