Western Times News

Gujarati News

મારા પિતાને છ પત્ની ૪૫ બાળકો હતાઃ મહિલાનો ખુલાસો

વોશિંગ્ટન, એક અમેરિકન વ્યક્તિ તેના લગ્ન અને બાળકોના કારણે સમાચારમાં છે. એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેના પિતાને માત્ર એક કે બે નહીં પરંતુ છ પત્નીઓ હતી, જેમાંથી તેને કુલ ૪૫ બાળકો હતા. તે તેના પિતાની ૩૮મી પુત્રી છે. તેણે દાવો કર્યો છે કે તેની માતાએ કુલ ૧૨ બાળકોને જન્મ આપ્યો છે.

લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જેમાં કોઈ લગ્ન કરે તો જીવનભર તેની પવિત્રતા જાળવી રાખવી જરૂરી છે. જાે કે, આ પવિત્ર બંધનને લઈને વિશ્વભરમાં વિવિધ પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે.

ઘણા લોકો ફક્ત એક લગ્નથી ખુશ છે, જ્યારે ઘણા લોકો એવા છે જેઓ ઘણા લગ્ન કરે છે. હાલમાં જ એક વ્યક્તિ એક સાથે ૯ લગ્ન કરીને ચર્ચામાં આવી હતી. હવે એક અમેરિકન વ્યક્તિ સમાચારમાં છે. તેમની પુત્રીએ એવા રહસ્યો ખોલ્યા છે કે જેના વિશે જાણીને લોકો પણ ચોંકી જાય છે.

મહિલાનું નામ એશલી સેન્ડમાયર છે. એશલીએ તેના પિતા અને તેના મોટા પરિવાર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું કે તેના પિતાએ ૬ લગ્ન કર્યા હતા, જેમાં તેમને કુલ ૪૫ બાળકો હતા.

એશલી પણ તેમાંથી એક છે. ધ સનના અહેવાલ મુજબ, એશલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે અને તેના પિતા વિશે જણાવ્યું છે. તે કહે છે કે તેના પિતા બહુપત્નીત્વ ધર્મ એટલે કે બહુવિધ લગ્નોમાં માનતા હતા. આથી તેણે ૬ લગ્ન કર્યા હતા.

એશલીએ જણાવ્યું કે તેની માતાએ કુલ ૧૨ બાળકોને જન્મ આપ્યો હતો, જ્યારે તેના પિતાની અન્ય પત્નીઓએ પણ ઘણા બાળકોને જન્મ આપ્યો હતો, જેનાથી તે કુલ ૪૫ ભાઈ-બહેન બની હતી. તે તેના પિતાની ૩૮મી પુત્રી છે.

તેના ભાઈ-બહેનોમાં સૌથી મોટો ૫૫ વર્ષનો છે, જ્યારે સૌથી નાનો ૧૨ વર્ષનો છે. એશલીના જણાવ્યા મુજબ, અગાઉ તેના પિતા અને તેની તમામ પત્નીઓ અને તેમના તમામ બાળકો અમેરિકાના નેવાડામાં સાથે રહેતા હતા, પરંતુ જ્યારે એશલી માત્ર બે વર્ષની હતી ત્યારે તેમનો આખો પરિવાર તૂટી ગયો હતો. આવી સ્થિતિમાં તે તેની માતા સાથે ઉટાહમાં રહેવા લાગી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.