Western Times News

Gujarati News

મારા પતિનું મારી માં સાથે અફેર, મહિલાએ સંભળાવી આપવીતી

નવી દિલ્હી, એક મહિલાનું કહેવું છે કે જ્યારે તેને ખબર પડી કે તેના પતિનું તેની જ માતા સાથે અફેર છે ત્યારે તે ચોંકી ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર લોકોને આ વિશે જણાવ્યું છે. તેનો વીડિયો ૨.૭ મિલિયનથી વધુ લોકોએ જાેયો છે. લેસી જેન નામની આ મહિલાએ કહ્યું, ‘તે સમયે મારા પતિ અને મારી માતા વચ્ચેના અફેર વિશે મને કેવી રીતે ખબર પડી તેની આ વાર્તા છે. મારી માતા અમારી સાથે રહેતી હતી. તે બેસમેન્ટમાં રહેતી હતી.

થોડા મહિનાઓ પછી, તેણે નજીકમાં ભાડે મકાન લીધું. મારા પતિ અને તે સાથે કામ કરવા જતા. અહેવાલ મુજબ, લેસી અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં રહે છે. તેણે કહ્યું કે તેના પતિ અને માતા વચ્ચે ૧૪ વર્ષ પહેલા અફેર શરૂ થયું હતું. પછી તેણે દીકરીને જન્મ આપ્યો. તે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. જાેકે, બાદમાં તેને તેની માતા અને પતિ પર શંકા ગઈ હતી.

લેસી કહે છે કે મારી પુત્રીના જન્મ પછી મારી માતા અમારી સાથે રહેવા આવી હતી. આ દરમિયાન તેણે કહેવાનું શરૂ કર્યું કે મારા પતિના ઘણી મહિલાઓ સાથે અફેર છે. પરંતુ તેણીએ તેના પતિને આ વિશે ન કહેવાનું કહ્યું. પરંતુ લેસી અટકી નહીં. તે તેના પતિ પાસે ગઈ અને પૂછ્યું કે શું તે તેની સાથે ચિટીંગ કરી રહ્યો છે.

મારી માતાએ કહ્યું. આના જવાબમાં તેના પતિએ લેસીને કહ્યું, ‘સારું, તું જઈને તારી માતાને કેમ પૂછતી નથી કે મારી અને તેની વચ્ચે શું ચાલી રહ્યું છે. લેસી તેના પતિની કારમાંથી નીચે ઉતરી અને તેની માતાને આ વિશે પૂછવા લાગી.

આ સાંભળીને તેની માતા ડરી ગઈ. જ્યારે તેણે તેની માતાને ઘર છોડવાનું કહ્યું, ત્યારે તેની માતાએ જવાબ આપ્યો કે તેની દાદી પણ આ વિશે જાણતી હતી. લેસીની માતાએ તેને કહ્યું કે તેણીએ તેના જમાઈનો હાથ પકડ્યો હોવા છતાં, તેમની વચ્ચે કોઈ અફેર ચાલતું ન હતું.

જાે કે, લેસીએ તેની વાત પર વિશ્વાસ ન કર્યો. તે હવે તેના પતિથી અલગ થઈ ગઈ છે. તે એકલા હાથે દીકરીનો ઉછેર કરે છે. તેણે સિંગલ મધર્સ માટે ઘર બનાવવા માટે એક એનજીઓ શરૂ કરી છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.